Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rains:રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ! સૌથી વધુ આ જિલ્લામાં

રાજ્યના 237 તાલુકામાં મેઘરાજાની મેગા ઈનિંગ વડોદરાના પાદરામાં મેઘસવારી, 11 ઈંચ ખાબક્યો રાજ્યના અનેક વિસ્તારો ભારે વરસાદમાં જળમગ્ન Gujarat Rainfall :રાજ્યમાં વહેલી સવારથી  મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્ય(Gujarat Rainfall)ના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા...
gujarat rains રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ  સૌથી વધુ આ જિલ્લામાં
  1. રાજ્યના 237 તાલુકામાં મેઘરાજાની મેગા ઈનિંગ
  2. વડોદરાના પાદરામાં મેઘસવારી, 11 ઈંચ ખાબક્યો
  3. રાજ્યના અનેક વિસ્તારો ભારે વરસાદમાં જળમગ્ન

Gujarat Rainfall :રાજ્યમાં વહેલી સવારથી  મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્ય(Gujarat Rainfall)ના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 237 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પાદરામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે.

Advertisement

રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ

આ સાથે જ રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ, આણંદ, નડિયાદ અને મોરવાહડફ, ખંભાતમાં સવા આઠ ઈંચ વરસાદ, તારાપુર, વસો, નખત્રાણામાં સાત ઈંચથી વધુ વરસાદ, સોજીત્રા, પેટલાદ, ગોધરામાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાત તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 10 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે.

આ પણ  વાંચો -Gujarat Rains: ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડ એલર્ટ પર

Advertisement

96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

ત્યારે રાજ્યમાં 17 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 39 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 50 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, અમદાવાદ, કચ્છ, ખેડા, નડિયાદ, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વઢવાણમાં ભારે વરસાદ (Gujarat Rains)વરસ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Rainfall: રાજ્યમાં ભારે વરસાદને પગલે CM ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને અનુરોધ

આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર

આજે સવારે આઠથી બે વાગ્યા સુધી આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર શહેરને જોડતા મોરજ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આંબલીયારા, મોરજ, મહિયારી સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે અને સવારથી વરસાદ ચાલુ હોય અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારે આણંદના બોરસદમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાસ અમિયદ પાસે ઘૂંટણસમાં પાણી ભરાય ગયા છે. ખેડૂતોની 1500 વીઘા જમીનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.