Ahmedabad: કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપ પ્રવક્તાની તીખી પ્રતિક્રિયા, કહ્યું- ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે
- ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાશે કોંગ્રેસનું અધિવેશન
- અધિવેશન પહેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાના નિવેદન પર રાજકારણ ગરમાયુ
- ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છેઃ ઋષિકેશ પટેલ
- કોઈએ પણ ભાષાની મર્યાદા રાખવી જોઈએઃ અર્જુન મોઢવાડિયા
અમદાવાદ ખાતે આગામી તા. 8 અને 9 એપ્રિલનાં રોજ યોજાનારા કોંગ્રેસના અધિવેશનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજાનાર છે. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસનાં નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. AICC ના મેમ્બર અમદાવાદ આવનાર છે. અધિવેશનમાં હાજરી આપવા માટે વીઆઈપી ડેલિગેટ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે. 9 એપ્રિલનાં રોજ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષન બેઠક યોજાશે. તેમજ આજે સાંજે 4 વાગ્યે મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ આવી પહોંચશે.
કોંગ્રેસની સ્થાપના અંગ્રેજો સામે લડત લડવા થઈ હતી:શક્તિસિંહ
કોંગ્રેસનાં અધિવેશનને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે, આ ઐતિહાસિક અધિવેશન મળી રહ્યું છે. અનેક વિધ્ન બાદ આ કામ કરવા તૈયાર થયા છે. કોંગ્રેસની સ્થાપના અંગ્રેજો સામે લડવા થઈ હતી. આજે એ જ વિચારધારા સાથે પાર્ટી કામ કરી રહી છે. પક્ષ અને શખ્સ લોકો ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. ગુજરાતની પરંપરાનું પુનઃ સ્થાપન કરવાનું છે. આ અધિવેશન બાદ અને નવી ઉર્જ સાથે કામ કરીશું.
અમિત ચાવડા ના નિવેદન પર અર્જુન મોઢવાડીયા નું નિવેદન
અધિવેશન પહેલા કોંગ્રેસના નેતાના નિવેદનને લઈ રાજકારણ ગરમાવા પામ્યું છે. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લગ્નનાં ઘોડા વરઘોડાના ઘોડા અને ગધેડા મુદ્દે રાજનીતિ ગરમાઈ જવા પામી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ગધેડા હતા હવે કોંગ્રેસનાં ઘોડા બચ્યા છે. અમિત ચાવડાના નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે કોઈએ પણ ભાષાની મર્યાા રાખવી જોઈએ. લગ્નનાં ઘોડા, વરઘોડાના ઘોડા મેં નહિ રાહુલ ગાંધીએ જ કહ્યું હતું. રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે કેમ અત્યાર સુધી પગલાઓ ન લીધા. રાહુલ ગાંધીએ જ કહ્યું કે કોંગ્રેસના અમુક નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે. કેમ તેમની સામે પગલાંઓ અત્યાર સુધી કોંગ્રસએ ન લીધા. 12 વર્ષથી કોંગ્રેસમાં આ બાબત હું સાંભળતો આવ્યો છું.
ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયા છેઃ ઋષિકેશ પટેલ (પ્રવક્તા, ભાજપ)
કોંગ્રેસનાં અધિવેશન પહેલા ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાત અથવા દિલ્હીમાં અધિવેશન કરે કોઈ ફરક પડવાનો નથી. ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કઈ બચ્યું જ નથી. ખુદ રાહુલ ગાંધીએ કહેવું પડે કે અહીં બે પ્રકારના ઘોડા છે. સ્ટેટમેન્ટ આપ્યા બાદ પણ એટલા દિવસ થઈ ગયા છતાં કોઈ નિર્ણય નહી લઈ શકાય તે કહેવું પડે. કોંગ્રેસમાં કોણે ગધેડા ગણવા અને કોને ઘોડા ગણવા તે કોંગ્રેસમાં જ એક મોટી સમસ્યા છે.
કોંગ્રેસમાં હવે ઘોડા જ રહ્યા છેઃ અમિત ચાવડા (કોંગ્રેસના નેતા)
અધિવેશન પહેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, સરદાર પટેલનાં કોંગ્રેસનાં અધ્યક્ષ બને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. કોંગ્રેસ રાજ્યની જનતા માટે શું કરી શકે છે તે મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવશે. આ અધિવેશનની થીમ સંકલ્પ સમર્પણ ન્યાય પથ છે. આજે રાજ્યની જનતા પીસાઈ રહી છે. યુવાનોને ન્યાય મળે તે માટે કામ કરીશું. રાજ્યમાં અનેક પ્રશ્નો છે. સામાજિક ન્યાયની લડત લડવાની છે. આજે ભેદભાવ થઈ રહ્યા છે વિકાસમાં અનેક વર્ગને અન્યાય થઈ રહ્યો છે. તેમજ નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે. આજે ડ્રગ્સ ગલીએ ગલીએ વેચાય છે. ડ્રગ મુક્ત ગુજરાત બનાવવાનું છે. આજે રાજ્યમાં 40 ટકા બાળકો કુપોષિત છે. આપણા માટે દુર્ભાગ્ય પૂર્ણ છે. તેમજ મહિલા સુરક્ષા અને સસ્તુ શિક્ષણ આરોગ્ય માટે યોગ્ય માળખુ રાજ્યમાં ઉપલબ્ધ નથી. આજે રાજ્યમાં અનેક સ્થળે ઘરોમાં બુલડોઝર ચાલી રહ્યા છે. નાના લોકોના ઘર પર બુલડોઝર ચલાવે છે. પરંતુ મોટા ઉદ્યોગપતિઓ પર નહી. આ બાબત ન ચલાવી લેવાય. મંદી મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર મચ પર ચર્ચા થશે. કોંગ્રેસમાં હવે ઘોડા જ રહ્યા છે. જે બીજા હતા એ ભાજપમાં હશે અને ફર્ક શોધતા હશે.
આ પણ વાંચોઃ VADODARA : તાંદલજામાં રહેતી પરિણીતાના મોતને લઇને તર્ક વિતર્ક
એક દિવસ અંધારું દૂર થઈ સુરજ ઊગશેઃ પવન ખેરા (કોંગ્રેસ નેતા)
કોંગ્રેસનાં અધિવેશનને લઈ કોંગ્રેસ નેતા પવન ખેરાએ નિવેદન આપ્યું હતું કે કોઈ એક નેતા નિર્ણય ન લે તે માટે અધિવેશન યોજવામાં આવે છે. અમે બંધ રૂમમાં વાત નથી કરતા, ખુલ્લામાં વાત કરીએ છીએ. ગુજરાતમાં 30 વર્ષથી આત્મા ઘૂંટવાનું કામ થઈ રહ્યું છે. ક્યાં સુધી વિપક્ષ અને મીડિયાને દબાવી રખાશે. એક દિવસ અંધારૂ દૂર થઈ સુરજ ઉગશે. હવે સમય બદલાશે.
આ પણ વાંચોઃ VADODARA : રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો
દેશના મુદ્દાઓને કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન કરીશું:અલ્કા લાંબા
અમદાવાદમાં કોંગ્રેસના અધિવેસનને લઈ નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રીય મહિલા પ્રમુખ અલ્કા લાંબાએ નિવેદન આપ્યું હતું કે, મને ગર્વ છે કે હું ગુજરાત બાપુની ભૂમિમાં છું. અન્યાય, અત્યાચાર, બેરોજગારી પર ચર્ચા થશે. અન્યા, અત્યાચાર, પુંજીપતિના રાજ પર ચર્ચા થશે. દેશના મુદ્દાઓને કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત એ ભૂમિ છે, જ્યાંથી આઝાદીથી લડાઈ શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ VADODARA : PMAYની વિજયમય યાત્રા, ગૃહિણીના સ્વપ્નનું ઘર હકીકત બન્યું