ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

આદિવાસી મુદ્દે બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં શિક્ષક નથીઃ શક્તિસિંહ ગોહિલ આદિવાસી સમાજને સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યોઃ ગોરધન ઝડફિયા Gujarat Politics : આજે 'વિશ્વ આદિવાસી દિવસ' (World Tribal Day) છે. આ નિમિત્તે રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં રાજ્ય...
01:03 PM Aug 09, 2024 IST | Vipul Sen
  1. આદિવાસી મુદ્દે બે દિગ્ગજ નેતાઓ આમને-સામને
  2. આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં શિક્ષક નથીઃ શક્તિસિંહ ગોહિલ
  3. આદિવાસી સમાજને સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યોઃ ગોરધન ઝડફિયા

Gujarat Politics : આજે 'વિશ્વ આદિવાસી દિવસ' (World Tribal Day) છે. આ નિમિત્તે રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન રાજ્યમાં 'વિશ્વ આદિવાસી દિવસે' હમદર્દની રાજનીતિ પણ તેજ બની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આદિવાસીઓની સમસ્યા મુદ્દે ભાજપ (BJP) અને કોંગ્રેસે (Congress) એકબીજા પર શાબ્દિક પ્રહાર શરૂ કર્યા છે.

આ પણ વાંચો - Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમનાં શાસનમાં તો..!

વનસંપત્તિનાં કાયદાનું હજું પણ પાલન થતું નથીઃ શક્તિસિંહ ગોહિલ

જણાવી દઈએ કે, આજે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) નિમિત્તે મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભાજપ સરકાર પર બરાબરની નિશાન સાધ્યું હતું. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસે આપેલા વનસંપત્તિનાં કાયદાનું હજું પણ પાલન થતું નથી. તેમણે કહ્યું કે, કાયદો હોવા છતાં મહેસૂલી દફતરે દાખલ થયા નથી. આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં શિક્ષક પણ નથી.

આ પણ વાંચો - Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, Gujarat First ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત

કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા : ગોરધન ઝડફિયા

જો કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નિવેદન પર બીજેપી નેતા ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) પર વળતો પ્રહાર કર્યો છે. ગોરધન ઝડફિયાએ કહ્યું કે, આદિવાસી સમાજને (Tribal Community) સૌથી વધુ અન્યાય કોઈએ કર્યો હોય તો તે કોંગ્રેસે કર્યો છે. આદિવાસીઓને જમીન માલિક બનાવવાનાં અધિકાર અમારી ભાજપ સરકારે આપ્યા છે. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા અને હવે ખોટી રાજનીતિ કરે છે. જણાવી દઈએ કે, એક તરફ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની (Nyay Yatra) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા તિરંગા યાત્રા (Triranga Yatra) યોજાશે. આ દરમિયાન, રાજ્યમાં રાજકીય વાતાવરણ (Gujarat Politics) વધુ ગરમાયું છે.

આ પણ વાંચો - Ek Pad Main Ke Naam : આજે ઈડરમાં 10 હજારથી વધુ સરગવાનાં છોડનું વાવેતર

Tags :
BJP GujaratGordhan ZadafiaGujarat CongressGujarat FirstGujarat PoliticsGujarati NewsShaktisinh GohilWorld Tribal Day
Next Article