રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી
- Gujarat High Court એ અરજદારની અરજીઓને ફગાવી
- બેંકની ચૂંટણી 11 ઉમેદવાદ માટે યોજાશે
- 17 મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે
Rajkot Citizen Bank Election : આગામી દિવસોમાં Rajkot નાગરિક બેંકની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા Rajkot નાગરિક બેંકની ચૂંટણીએ વિવાદોના વાદળો વચ્ચે ફસાઈ છે. કારણ કે... Gujarat High Court માં બે વ્યક્તિઓ દ્વારા Rajkot નાગરિક બેંકની ચૂંટણીની કારમગીરીને લઈ કેસ કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં આ અંગે Gujarat High Court માં સુનાવણી કરવામાં આવી હતી. જોકે Gujarat High Court માં સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણિયાર સહિત 5 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ન્યાય મેળવવા માટે Gujarat High Court નો દરવાજો ખખડાવ્યો હતો.
આ પણ વાંચો: સુરત જિલ્લા પંચાયતમાં નોકરી માટે આવેલા ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડ્યો
બેંકની ચૂંટણી 11 ઉમેદવાદ માટે યોજાશે
તો આજ યોજાયેલી સુનાવણીમાં Gujarat High Court એ કલ્પકભાઈ મણિયાર અને મિહિર મણિયારને ઝટકો લાગ્યો હતો. કારણ કે... Gujarat High Court તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં આશરે 2 કલાક સુધી અરજી ચાલી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળીને હોઈકોર્ટે મેરીટ ઉપર ગયા વગર મેન્ટેનેબિલિટીના ગ્રાઉન્ટ ઉપર અરજદારોની અરજી ફગાવી દીધી હતી. તેથી હવે Rajkot સહકાર નાગરિક બેંકની ચૂંટણી 4 લોકો લડી શકશે નહીં. ત્યારે આગામી 17 નવેમ્બરના રોજ Rajkot નાગરિક બેંકની ચૂંટણી 11 ઉમેદવાદ માટે યોજાશે.
17 મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે
ત્યારે Rajkot ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી Rajkot નાગરિક સહકારી બેંકની બ્રાન્ચ ખાતે 17 મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે. જેમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ જશે. જે સાંજ સુધી ચાલશે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન કરશે.
આ પણ વાંચો: Dwishatabdi Mahotsav ના અંતિમ ચરણમાં ગૃહ મંત્રી રહ્યા હાજર અને કહ્યું...