Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat હાઇકોર્ટ ખાતે સુરત જેવા એક કારનામાને અંજામ આપનારા PI પોલીસ બેડામાં હોટ ટોપિક બન્યા

Gujarat: સુરત નજીક કીમ પાસે ટ્રેન ઊથલાવવાના ષડયંત્ર કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ તથા 71 પેડલૉક કાઢી નાંખવાની ચકચારી ઘટનાએ એજન્સીઓને દોડતી કરી મૂકી હતી. કાવતરાના સરદારે રેલવે વિભાગ (Railway Department)  પાસેથી એવૉર્ડ મેળવવા માટે નાટક...
gujarat હાઇકોર્ટ ખાતે સુરત જેવા એક કારનામાને અંજામ આપનારા pi પોલીસ બેડામાં હોટ ટોપિક બન્યા
Advertisement

Gujarat: સુરત નજીક કીમ પાસે ટ્રેન ઊથલાવવાના ષડયંત્ર કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ તથા 71 પેડલૉક કાઢી નાંખવાની ચકચારી ઘટનાએ એજન્સીઓને દોડતી કરી મૂકી હતી. કાવતરાના સરદારે રેલવે વિભાગ (Railway Department)  પાસેથી એવૉર્ડ મેળવવા માટે નાટક રચ્યું હોવાની વાત તપાસમાં સામે આવતા ત્રણેય રેલવે કર્મચારીને આરોપી બનાવાયા છે. આ ઘટના ટાણે અગિયારેક વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) ખાતે બનેલી એક ચકચારી ઘટનાને અંજામ આપનાર તત્કાલિન પીઆઈ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટરને ગૃહ વિભાગે (Home Department Gujarat) નોકરીમાંથી કેમ રૂખસદ કર્યા અને કેવી-કેવી કરતૂતો તેમણે આચરી છે. વાંચો આ અહેવાલમાં...

હાઇકોર્ટની સુરક્ષા કરનારા PI એ ક્રાઈમ બ્રાંચને કરી હતી દોડતી

આ વાત છે Gujarat હાઇકોર્ટ ખાતે સુરક્ષા અધિકારી તરીકે હથિયારી પીઆઈ ફારૂક એમ. કુરેશી ફરજ બજાવતા હતા ત્યારની. વર્ષ 2012ના અંતમાં High Court માં એક ધમકીભર્યો પત્ર આવે છે. આ મામલે સોલા પોલીસ અને હાઇકોર્ટ સુરક્ષા ટીમ સક્રિય થઈ જાય છે. પેટ્રોલિંગ દરમિયાન PI F M Qureshi ને સર્વિસ રોડ પરથી એક ક્રુડ બોંબ મળી આવે છે. આ ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ ઈન્સ્પેક્ટર એફ. એમ. કુરેશી પર શંકા ગઈ હતી. દરમિયાનમાં મહિલા ક્રાઈમ બ્રાંચ (Mahila Crime Branch) માં નોધાયેલા દુષ્કર્મ કેસમાં કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ગત 19 ડિસેમ્બરની હાજરી અંગે કુરેશીને સવાલ પૂછાતા તેમણે હાઇકોર્ટ ખાતે હાજર નહીં હોવાનું જણાવ્યું હતું. જયારે મોબાઈલ ફોનનું લોકેશ હાઇકોર્ટ પાસે મળ્યું હતું. આખરે ફારૂક કુરેશી ભાંગી પડ્યા હતા અને ક્રુડ બોંબ ખુદે ગોઠવ્યો (Plant Crude Bomb) હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

Advertisement

ગેંગમેને એવોર્ડ માટેકુરેશીએ સહાનુભૂતિ મેળવવા કાંડ કર્યો

સુરત કીમ રેલવે ટ્રેક પર તોડફોડ કર્યા બાદ સર્તકતા દાખવી હોવાનો ડોળ કરનારા ગેંગમેન સુભાષ પોદાર (Subhash Podar Gangman) અને તેના સાથીઓની પોલીસ સમક્ષ પોલ ખૂલી ગઈ છે. રેલવેમાંથી એવોર્ડ મળે એટલે સુભાષે આ નાટક કર્યું હતું. બોંબ બનાવનાર, High Court પાસે મુકનાર અને શોધનાર કુરેશીની પણ આવી જ સ્ટોરી છે. બોંબ પ્રકરણમાં ફરિયાદી બનેલા એફ. એમ. કુરેશીએ મહિલા આર્મી અધિકારીના દુષ્કર્મ કેસમાં પોલીસ અધિકારી અને કોર્ટની સહાનુભૂતિ મળે તે માટે ખેલ રચ્યો હતો. આખરે ફરિયાદીને આરોપી બનવું પડ્યું હતું. મહિલા આર્મી અધિકારીએ PI સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતીમહિલા આર્મી અધિકારી (Lady Army Officer) ને ફિલ્ડ ઑફિસર સાથે ઘરોબો બની જતાં ઑફિસરની પત્નીએ બંને સાથે કેન્ટોનમેન્ટમાં ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ફિલ્ડ ઑફિસરે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં મહિલા અધિકારી આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસનો સામનો કરી રહ્યાં હતા. ફરિયાદ રદ કરાવવા મહિલા અધિકારી હાઇકોર્ટ ખાતે જતા હોવાથી હથિયારી પીઆઈ (Armed PI) એફ. એમ. કુરેશી સાથે તેમને પરિચય થયો હતો. કુરેશીએ લગ્નની લાલચ આપી મહિલા અધિકારી સાથે જુદાજુદા સ્થળ-હૉટેલમાં દુષ્કર્મ આચર્યું હતું. સાથે સાથે ધર્મ પરિવર્તન કરવાનું મહિલા પર દબાણ કરતા આખરે અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) ફરિયાદ નોંધી હતી.

ACB ના હાથે લાંચ લેતા પકડાયેલા કુરેશીના અનેક કારનામા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના રખડતા ઢોર વિભાગમાં ફરજ બજાવતા ફારૂક કુરેશી હપ્તા ઉઘરાવતા હતા. ઢોર નહીં પકડવા પેટે 10 હજારનો હપ્તો અને 10 હજારનું દિવાળી બોનસ માગ્યું હોવાની માહિતી ACB Toll free Number 1064 પર મળી હતી. ઑક્ટૉબર 2021માં Team ACB એ  પીઆઈ એફ. એમ. કુરેશીને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતો અને રિમાન્ડ પણ મેળવ્યા હતા. ફારૂક કુરેશી અગાઉ ATS માં પીએસઆઈ હતી ત્યારે પણ હથિયાર સાથે પકડાયેલા એક શખ્સના કેસમાં રૂપિયા માગવાનો તેમની પર આરોપ લાગ્યો હતો. ડભોડા પાસે એક વ્યક્તિને રોકી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાના આરોપનો સામનો કુરેશી કરી ચૂક્યા છે.

આ પણ  વાંચો -6 કરોડ સટ્ટામાં હાર્યો Honey Trap કેસનો આરોપી, તોડનો હિસાબ FIR માં

સરકારે વિવાદીત પીઆઈને નોકરીમાંથી રૂખસદ આપી દીધી 

થોડાક સપ્તાહ અગાઉ તબક્કાવાર નોકરીમાંથી કાઢી મુકેલા ડઝનથી અધિકારીઓની યાદીમાં ગુજરાત સરકારે (Gujarat Government) એફ. એમ. કુરેશીનો પણ સમાવેશ કર્યો હતો. ફારૂક કુરેશીએ કરેલા અનેક કાંડ બાદ પણ પોલીસ અધિકારીઓની કૃપાથી નોકરી પર પરત આવી જતા હતા. એસીબીનો લાંચ કેસ કુરેશીના કારનામાઓમાં સૌથી વધુ ભારે પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

US : California ના લોસ એન્જલસમાં કુદરતી આપત્તિ, 2 લાખ લોકો બેઘર, 7 નાં મૃત્યુ

featured-img
ગુજરાત

VADODARA : MSU ના એક્ટીંગ VC ધનેશ પટેલ સામે હાઇકોર્ટમાં રીટ, છતાં નિમણૂંક

featured-img
ગાંધીનગર

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

featured-img
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

VADODARA : Zomato ના ડિલિવરી બોયની રોમીયોગીરી, પરિણિતાને કહ્યું, તુ મને પસંદ છે

featured-img
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ

×

Live Tv

Trending News

.

×