Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Government એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો કર્યો વધારો

Gujarat Government Employees : મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો
gujarat government એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3  નો કર્યો વધારો
Advertisement
  • હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે
  • મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો
  • ભથ્થામાં વધારો કરવાથી લાખો કર્મચારીઓને લાભ મળશે

Gujarat Government Employees : વર્ષ 2024 ના અંત પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખાસ અને ખુશની સમાચાર સામે આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગયું છે.

Advertisement

હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે

હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે. ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે.

Advertisement

આ પણ વાંચો: Valsad Civil Hospital : સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ કોલેજની બસ ખખડધજ હાલતમાં

gujarat government employees dearness allowance increased by 3 percent

gujarat government employees dearness allowance increased by 3 percent

ભથ્થામાં વધારો કરવાથી લાખો કર્મચારીઓને લાભ મળશે

રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી મોંઘવારી ભથ્થાનું એરિયર જાન્યુઆરી 2025માં ચુકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી સરકારના લાખો કર્મચારીઓને લાભ મળશે. રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024 થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે.

આ પણ વાંચો: BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×