Gujarat Congress : કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટનાં શરણે, રાહુલ ગાંધી આવશે ગુજરાત!
- કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર મારાનો કેસ
- પ્રગતિ આહીર પર છે ગંભીર આરોપ
- ગુજરાતમાં ન્યાયયાત્રામાં ભાગ લેવા આવી શકે છે રાહુલ ગાંધી
AHMEDABAD : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહીર (Pragati Ahir) HC ની શરણે પહોંચ્યા છે. પ્રગતિ આહીરે HC માં વિશેષ દાદ માગતી અરજી કરી છે. જણાવી દઈએ કે, પ્રગતિ આહીર વિરુદ્ધ પથ્થરમારાનાં કેસ હેઠળ એલિસબ્રિજ પોલીસ મથકમાં (Ellisbridge Police Station) ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી હતી. કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોને ઉશ્કેરવામાં પ્રગતિ આહીરનો મોટો હાથ હોવાનો ગંભીર આરોપ હોવાથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આ સમગ્ર મામલે આગામી સમયમાં હાઈકાર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
- Gujarat Congress : નેતા અને આરોપી Pragati Ahir પહોંચ્યાં HC નાં શરણે
- કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનાં કેસ મામલે થઈ હતી ફરિયાદ
- પથ્થરમારાનાં કેસની એલિસબ્રિજ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
- અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી
- કાર્યકરોને ઉશ્કેરવામાં પ્રગતિ…— Gujarat First (@GujaratFirst) July 30, 2024
આ પણ વાંચો - Ambaji: અસામાજિક તત્વો સામે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં,આવતીકાલે અંબાજી બંધ રહેશે
કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહીર વિરુદ્ધ ગંભીર આરોપ
થોડા દિવસ પહેલા અમદાવાદમાં (AHMEDABAD) કોંગ્રેસ (CONGRESS) કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બની હતી. આ કેસમાં કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહીર (Pragati Ahir) વિરુદ્ધ કાર્યકરોને ઉશ્કેરવામાં મોટો ફાળો હોવાનાં આરોપ સાથે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કેસ ચાલી જતા અગાઉ સેશન્સ કોર્ટે (Sessions Court) પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી હતી. જામીન અરજી ફગાવતા પ્રગતિ આહીરની મુશ્કેલીઓ વધી છે. જો કે, હવે કોંગ્રેસ નેતા હાઈકોર્ટની (Gujarat High Court) શરણે પહોંચ્યા છે અને આ કેસમાં વિશેષ દાદ માગતી અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
Ahmedabad કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મામલે Pragati Ahir હાઇકોર્ટના શરણે । Gujarat First @GujaratFirst @INCGujarat @BJYM4Gujarat @PragatiAahir
#PragatiAhir #Gujarat #Congress #BJP #YouthCongress #BJYM #GujaratFirst pic.twitter.com/RdKvIBjIlz— Gujarat First (@GujaratFirst) July 30, 2024
આ પણ વાંચો - Porbandar: ગુજરાતમાં નકલીની ભરમાર! પોરબંદરમાંથી ઝડપાયો 12 પાસ બોગસ ડૉક્ટર
રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે!
એવી માહિતી છે કે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ) જલદી ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં ન્યાયયાત્રામાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાતમાં બનેલી ઘટનાઓનાં સ્થળોને જોડતી યાત્રા યોજાશે. મોરબીથી (Morbi) સુરત (Surat) અથવા ગાંધીનગર સુધીની આ યાત્રાનું આયોજન થવાની શક્યતાઓ છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોરબી દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ (Gujarat Congress) ન્યાયયાત્રાની શરૂઆત કરશે. રાજકોટ TRP ગેમઝોન (Rajkot Gamezone Incident), ઊના, થાન, અમદાવાદ, વડોદરા (Vadodara), સુરતનાં દુર્ઘટના સ્થળોને જોડતી આ યાત્રા હશે. ઓગસ્ટનાં બીજા સપ્તાહ દરમિયાન આ ન્યાય યાત્રાની શરૂઆત થઈ શકે છે. જણાવી દઈએ કે, 2 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા (Nyay Yatra) સંદર્ભે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો - Gujarat: આજે સવારે 6 વાગ્યા સુધી 523.89 મિમિ વરસાદ નોંધાયો, નર્મદા ડેમ 53.88 ટકા ભરાયો