Gujarat Congress : ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને જમ્મુ-કાશ્મીરમાં મોટી જવાબદારી!
- જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વચ્ચે મોટા સમાચાર (Gujarat Congress)
- કોંગ્રેસ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરાઈ
- ગુજરાતનાં બે ફાયરબ્રાન્ડ નેતાઓની નિમણૂક કરાઈ
- ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું નામ યાદીમાં સામેલ
જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી (Assembly Elections) યોજાશે અને 4 ઓક્ટોબરનાં રોજ પરિણામ જાહેર થશે. હાલ, ત્યાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતનાં (Gujarat Congress) બે ફાયરબ્રાન્ડ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - GSHSEB : 6 વર્ષથી સંચાલક મંડળ બેઠક પર ચૂંટાનાર પ્રિયવદન કોરાટે બળવો કરતા સસ્પેન્ડ કરાયાં!
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનાં પડધમ
પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનાં પડધમ વચ્ચે કોંગ્રેસે (Congress) તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરશે. જ્યારે, ગુજરાતમાંથી કોંગ્રેસનાં (Gujarat Congress) બે ફાયરબ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) અને ગેનીબેન ઠાકોર જમ્મુ-કાશ્મીર પ્રચાર કરવા માટે જશે.
આ પણ વાંચો - Rajkot Gamezone Fire : RMC અને કમિશનરનો HC એ બરોબરનો ઉધડો લીધો! સોગંદનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર
જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોરનું નામ સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ
જણાવી દઈએ કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બનાસકાંઠા (Banaskantha) લોકસભાનાં સાંસદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીની પસંદગી કરવામાં આવી છે. હવે, આ બંને સ્ટાર નેતાઓ જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પાર્ટીનાં પ્રચારની જવાબદારી સંભાળશે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો - Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત