Gujarat Budget : રાજ્યની કેટલી નગરપાલિકાઓને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો ?
Gujarat Budget : ગુરુવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) કેન્દ્રિય વચગાળાનું બજેટ રજૂ કર્યું જેના એક દિવસ પછી એટલે કે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ (State Finance Minister Kanu Desai) એ ગુજરાતનું બજેટ (Gujarat's Budget) રજૂ કર્યું છે. ગુજરાતના બજેટ 2024 થી ગુજરાતીની જનતાને ગણી અપેક્ષાઓ છે. જણાવી દઇએ કે, આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. જેમા અનેક જનતાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આ બજેટ ખાસ કરીને રાજ્યની નગરપાલિકાઓને ફળ્યું છે. આજે બજેટમાં રાજ્યની 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકા (Municipality) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે એક ટ્વીટ કરતા લખ્યું કે, સમગ્ર નવસારી માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજના દિવસને ગણાવ્યો ઐતિહાસિક
નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે એક ટ્વીટ કરતા લખ્યું કે, સમગ્ર નવસારી માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !!! આજે ગુજરાત રાજ્યનાં બજેટમાં આપણાં રાજ્યનાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની ઘોષણા કરાઇ છે. નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ અંગે અનેકવખત રજૂઆતો કરી હતી, નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્ય નાણાં મંત્રી શ્રી @KanuDesai180 જીનો આભાર માનું છું.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ : નાણામંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાતના બજેટ 2024 રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તો જોઈએ કઈ 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ગુજરાતની કુલ 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમા નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરવામાં આવેલા આ બજેટને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગણાવ્યું છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે.
Gujarat Budget 2024 – આ 7 નગરપાલિકા મહાનગરપાલિકા બનશે
- મહેસાણા
- ગાંધીધામ
- આણંદ
- નવસારી
- મોરબી
- વાપી
- સુરેન્દ્રનગર-વઢવાણ
આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે : નાણામંત્રી
નાણામંત્રીએ જણાવ્યું કે, શહેરીકરણની ગતિ સતત વધી રહી છે ત્યારે શહેરોમાં અંદાજે રાજ્યની 50 ટકા વસ્તી વસવાટ કરે છે. સંભવતઃ વર્ષ 2047 સુધીમાં આ ટકાવારીમાં વધારો થશે જે 75 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે આગળ કહ્યું કે, શહેર લોકોના વસવાટ માટે જ નહીં, પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. સરકાર ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે દૃઢ છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે વાપી, આણંદ, મહેસાણા, નવસારી, ગાંધીધામ, મોરબી, અને સુરેન્દ્રનગર-વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે.
નવસારી વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે, સંસ્કારી નગરી તરીકે ઓળખાતા નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા હવે નવસારીનો વિકાસ વધુ વેગવંતો બનશે અને ભારતનાં નકશા પર નવસારીનું નામ વધુ મજબૂત બની શકશે. નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાથી નાગરિકોની સુવિધાઓ અને સુખાકારીમાં ઉમેરો થશે. નાગરિકોની સેવા વિવિધલક્ષી અને ટેક્નિકલી વધુ સાઉન્ડ બની શકશે. હું સમગ્ર નવસારીનાં નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ પણ વાંચો - Gujarat Budget : દાદાના ઐતિહાસિક બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રવાસન અને પર્યાવરણ વિભાગને મળશે નવી ઉડાન…
આ પણ વાંચો - Gujarat Budget : વિદ્યાર્થિનીઓ માટે આર્થિક સહાયની જાહેરાત, શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ