ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DRUGS : અરબ સાગરમાં ફરી કોસ્ટગાર્ડ અને ATSનું સૌથી મોટું ઓપરેશન

DRUGS : ગુજરાતના દરિયામાં ફરી એક વાર કરોડો રુપિયાનું ડ્રગ્સ (DRUGS ) ઝડપાયું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સાથે મળીને ડ્રગ્સ માફિયાઓ પર સકંજો કસ્યો છે. અરબ સાગરમાં ફરી કોસ્ટગાર્ડ અને ATSનું સૌથી મોટું ઓપરેશન થયું છે અને મધદરિયેથી 173...
03:22 PM Apr 29, 2024 IST | Vipul Pandya
drugs

DRUGS : ગુજરાતના દરિયામાં ફરી એક વાર કરોડો રુપિયાનું ડ્રગ્સ (DRUGS ) ઝડપાયું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સાથે મળીને ડ્રગ્સ માફિયાઓ પર સકંજો કસ્યો છે. અરબ સાગરમાં ફરી કોસ્ટગાર્ડ અને ATSનું સૌથી મોટું ઓપરેશન થયું છે અને મધદરિયેથી 173 કિલો ડ્રગ્સ સાથે 2 માછીમારોને ઝડપી લીધા છે. કોસ્ટગાર્ડે અને ATSએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે.

173 કિલો ડ્રગની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 1 હજાર કરોડ

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું વધુ એક સફળ ઓપરેશન થયું છે. અરબી સમુદ્રમાંથી માછીમારીઓની બોટ માંથી કુલ 173 કિલો ડ્રગ ઝડપી લેવાયું છે. 173 કિલો ડ્રગની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 1 હજાર કરોડને પાર થવા જઇ રહી છે.

2 દિવસના સંયુક્ત ઓપરેશન બાદ 2 માછીમારો સાથે ડ્રગ ઝડપી પાડ્યું

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 2 દિવસના સંયુક્ત ઓપરેશન બાદ 2 માછીમારો સાથે ડ્રગ ઝડપી પાડ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે બંને માછીમારો પાકિસ્તાન જઈને ડ્રગ લઈને આવતા હતા. અગાઉ પણ બંને માછીમારો દ્વારા ડ્રગની હેરાફેરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

3 દિવસમાં ગુજરાત ATSએ કુલ 3 સફળ ઓપરેશન પાર પાડ્યા

ઉલ્લેખનિય છે કે 3 દિવસમાં ગુજરાત ATSએ કુલ 3 સફળ ઓપરેશન પાર પાડ્યા છે. ATS દ્વારા અત્યાર સુધી કુલ 1830 કરોડની કિંમતનું ડ્રગ ઝડપી પાડયું છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ સાથે મળી છેલ્લા 3 વર્ષમાં 12 વખત ડ્રગ ઝડપી પાડ્યું છે અને ચાલુ વર્ષે સંયુક્ત ઓપરેશન દરમિયાન 4 વખત ડ્રગ પકડી પાડ્યું છે.

આ પણ વાંચો------ VADODARA : કારમાં બેસી લાંચ માંગતો રેલવે ASI સસ્પેન્ડ

આ પણ વાંચો---- VADODARA : ફેસબુક પરથી શરૂ થયેલા પ્રેમ પ્રકરણે તો ભારે કરી !

આ પણ વાંચો----- Chhotaudepur Crime Story: અસામાજિક તત્વોએ મેળામાં યુવતીની છેડતી કરી, પરિવારના સભ્યોને….

Tags :
Arabian SeadrugsfishermenGujarat ATSGujarat FirstGujratindian Coastguardoperation
Next Article