Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીના જન્મદિવસ નિમિત્તે થશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન : CR Patil

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, જેને ભાજપ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવાની યોજના બનાવી રહી છે.  જે કડીમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પાટીલે કહ્યું કે, PM...
10:23 PM Sep 14, 2023 IST | Hardik Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, જેને ભાજપ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવાની યોજના બનાવી રહી છે.  જે કડીમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પાટીલે કહ્યું કે, PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા સીઆર પાટીલે કહ્યું કે, ભાજપ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાભરમાં વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત ભાજપ પ્રદેશ તરફથી પણ દરેક જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે.  17 મી સપ્ટેમ્બરના રોજ PM મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે અને જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાની જે પ્રણાલીકા ભાજપમાં ચાલતી આવી છે તેને આગળ વધારતા આ વખતે પખવાડિયા સુધી એટલે કે 17 મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી PM મોદીના જન્મદિવસને ઉજવવામાં આવશે.

જાણો કયા દિવસે શું હશે કાર્યક્રમ ?

ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, 'ભાજપ દ્વારા સતત 31 ડિસેમ્બર સુધી બાળકો માટેની યોજના પર કાર્ય કરાશે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં સુરત મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત ભાગ લેશે. ચંદ્રયાન અભિયાન અંગે કાર્યક્રમ કરાશે. PM ના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં 10 વર્ષથી નાની એટલે કે 1 થી 10 વર્ષની દીકરીનું બેંક એકાઉન્ટ ખોલાવાઈ તેમને દર મહિને 500 રૂપિયા અપાશે, જે માટે 30,000 દીકરીઓની પસંદગી કરાઈ છે. વળી આ સાથે મહિલા મોરચા દ્વારા પણ વિવિધ કાર્યક્રમ કરાવાશે. તદઉપરાંત અંધજન બાળકોને ભોજન કરવાશે. ટી.બી. ના દર્દીઓને ત્રણ મહિના સુધી ચાલે એટલી કીટ આપવામાં આવશે.'

આ પણ વાંચો - Special Session : સંસદના વિશેષ સત્રમાં મળશે સરપ્રાઈઝ કે પછી આ 4 બિલ જ પસાર કરશે Modi Government

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BJP planning to celebrateCR PatilGujarat NewsNarendra ModiNarendra Modi Birthdaypm modiPM Modi BirthdayPrime Minister Narendra Modi
Next Article