ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

આસામના ગર્વનર સાથે ફોટો સેશન કરાવનારા શખ્સને Gujarat ATS કેમ શોધી રહી છે ?

Gujarat ATS : ગુજરાતનો રહેવાસી અને કેટલાંક વર્ષોથી આસામ સ્થાયી થયેલા કરોડપતિ શખ્સને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Gujarat ATS) શોધી રહી છે. લકઝુરિયસ ગાડીઓ, ગોલ્ડ જ્વેલરી અને ડાયરામાં લાખો રૂપિયા ઉડાડવાનો શોખીન એવો શખ્સ પોલીસથી ભાગી રહ્યો છે. આ શખ્સના...
05:29 PM Apr 07, 2025 IST | Bankim Patel
Gujarat ATS : ગુજરાતનો રહેવાસી અને કેટલાંક વર્ષોથી આસામ સ્થાયી થયેલા કરોડપતિ શખ્સને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Gujarat ATS) શોધી રહી છે. લકઝુરિયસ ગાડીઓ, ગોલ્ડ જ્વેલરી અને ડાયરામાં લાખો રૂપિયા ઉડાડવાનો શોખીન એવો શખ્સ પોલીસથી ભાગી રહ્યો છે. આ શખ્સના...
featuredImage featuredImage

Gujarat ATS : ગુજરાતનો રહેવાસી અને કેટલાંક વર્ષોથી આસામ સ્થાયી થયેલા કરોડપતિ શખ્સને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Gujarat ATS) શોધી રહી છે. લકઝુરિયસ ગાડીઓ, ગોલ્ડ જ્વેલરી અને ડાયરામાં લાખો રૂપિયા ઉડાડવાનો શોખીન એવો શખ્સ પોલીસથી ભાગી રહ્યો છે. આ શખ્સના છેડા તો જુઓ આસામના ગર્વનર હાઉસ (Governor House Assam) સુધી પહોંચી ગયો અને ફોટો સેશન પણ કરાવી લીધું. Gujarat ATS ઉપરાંત અન્ય એજન્સીઓ પણ આ શખ્સને શોધી રહી છે. કોણ છે આ કરોડપતિ અને કેમ તે પોલીસથી ભાગી રહ્યો છે ? વાંચો આ અહેવાલ...

 

ગર્વનર હાઉસમાં કેવી રીતે કરોડપતિ પહોંચ્યો ?

અમદાવાદના છેવાડે નાના ચિલોડા ખાતે રહેતો અને મૂળ વાંકાનેરનો મુકેશ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરોડપતિ બની ગયો છે. કઠવાડા અને આસપાસના વિસ્તારોની ફેક્ટરીઓમાં શ્રમિકો પૂરા પાડી આપનારો આ શખ્સ મુકેશ બાંભા નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) ના ચોપડે વર્ષ 2019માં ચઢી ચૂક્યો છે. શ્રમિકોને ગોંધી રાખી વેતન આપ્યા વિના કામ કરાવવાના આરોપસર મુકેશ બાંભાની પોલીસે અટકાયત કરી હતી. આસામ ખાતે સ્થાયી થયા બાદ મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ (Mukesh Bambha) વગદાર લોકો સાથે સંપર્ક બનાવવા લાગ્યો. સ્થાનિક કક્ષાએ સંબંધો બનાવ્યા બાદ મુકેશ બાંભા રૂપિયાના જોરે ઉચ્ચ અધિકારીઓ તેમજ નેતાઓ સુધી પહોંચી ગયો. વર્ષ 2023માં મુકેશ બાંભા તેના સંપર્કો થકી આસામ ગર્વનર (Governor of Assam) સુધી પહોંચી ગયો. ગર્વનર ગુલાબચંદ કટારીયા (Gulab Chand Kataria) સાથે મુકેશ બાંભાએ પરિવાર સાથે રીતસરનું ફોટો સેશન કરાવ્યું હતું. મુકેશ બાંભા ગર્વનર હાઉસમાં નિયમિત આવ-જા કરતો હતો.

આ પણ  વાંચો -Gun Licence Scam : 50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર, એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી

હથિયાર પરવાનાનો વેપાર હાથ લાગ્યો

છેલ્લાં આઠેક વર્ષથી મુકેશ બાંભા આસામમાં સ્થાયી થયો છે. Mukesh Bambha ના સંપર્કો વગદાર લોકો સાથે થયા બાદ તેને ઓલ ઈન્ડિયા હથિયાર પરવાના (All India Arms License) આસાનીથી  ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી બનતા હોવાની જાણકારી હાથ લાગી. પાંચેક વર્ષથી મુકેશ ભરવાડ વાયા શૌકત હરિયાણા સાથે મળીને ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) ચલાવી રહ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો તેમજ બેનંબરી ધંધા સાથે સંકળાયેલા શખ્સોને મુકેશ બાંભા ઘરે બેઠાં બેઠાં હથિયાર પરવાના અપાવવા લાગ્યો. જેવો ગ્રાહક તેવો ભાવ એમ 7 લાખથી લઈને 15 લાખ સુધીની રકમ મેળવીને મુકેશ બાંભાએ હથિયાર પરવાના અપાવવાનો ધંધો શરૂ કરી દીધો.

ડાયરામાં લાખો રૂપિયા ઉડાવતો મુકેશ હાલ ચર્ચામાં

મૂળ સૌરાષ્ટ્રના મુકેશ બાંભાને ડાયરાના લગભગ તમામ કલાકારો સારી રીતે ઓળખે છે. ડાયરામાં લાખો રૂપિયા ઉડાવનારા લોકોની યાદીમાં Mukesh Bambha નો સમાવેશ થાય છે.  ગુજરાતના ગીતા રબારી (Geeta Rabari), રાજભા ગઢવી (Rajbha Gadhavi), જીગ્નેશ બારોટ (Jignesh Barot), કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi), દેવાયત ખવડ (Devayat Khavad) સહિતના લોક કલાકારો મુકેશ બાંભાને વ્યક્તિગત રીતે ઓળખે છે. જો કે, મુકેશ બાંભા શું ધંધો કરે છે તેની કોઈને જાણકારી નથી. હથિયાર પરવાના કૌભાંડમાં મુકેશ બાંભા સૂત્રધાર હોવાની વિગતો સામે આવતાની સાથે જ તેનો ભૂતકાળ અને વર્તમાન ચર્ચામાં આવી ગયો છે.

આ પણ  વાંચો -નોકરીમાં પોલ મારી વહીવટમાં વ્યસ્ત રહેતા અધિકારીઓને ફરજનું ભાન કરાવવા CP Ahmedabad નો કડક હુકમ

ATS, ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર SOGને મુકેશની તલાશ

ગુનાહિત ઇતિહાસ ધરાવનારા તેમજ બેનંબરી ધંધા કરનારા અનેક શખ્સો પાસે આજની તારીખે હથિયાર પરવાના તેમજ ગન છે. ગુજરાતભરમાં ફેલાયેલા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ડાયરા પ્રેમી મુકેશ બાંભા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, સુરેન્દ્રનગર એસઓજી અને Gujarat ATS માં ચાલતી તપાસમાં સૂત્રધારોના નામમાં મુકેશ બાંભા પ્રથમ ક્રમે આવી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) માથાભારે ભરત થુંબા ઉર્ફે ભરત ભરવાડ ઉર્ફે ટકો નામના શખ્સને વેપન સાથે પકડ્યો ત્યારથી જ મુકેશ બાંભા ભૂર્ગભમાં ઉતરી ગયો છે. મુકેશને ઝડપી લેવા માટે Gujarat ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર એસઓજીમાં હોડ જામી છે.

Tags :
All India Arms LicenseBankim PatelCrime Branch AhmedabadDevayat KhavadGeeta RabariGovernor House AssamGovernor of AssamGujarat ATSGujarat FirstGulab Chand KatariaGun Licence Scam in GujaratJignesh BarotKirtidan GadhviMukesh BambhaNikol Police StationRajbha Gadhavi