Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો; જેલવાસ નક્કી, કહ્યું, ટાઈમ આવશે જવાબ દઈશ, જુઓ Video

ગત 7મી ડિસેમ્બરે સાંજના સમયે જુની અદાવતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મયૂરસિંહ રાણા (Mayursinh Rana) પર પોતાના એક સાગરિત સાથે દેવાયત ખવડે (Devayat Khavad) હુમલો કર્યો હતો. જે બાદ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થતા મામલો વધુ ચર્ચામાં રહ્યો હતો અને ઘટનાના 9 દિવસ બાદ નાટ્યાત્મક રીતે દેવાયત ખવડ આજે રાજકોટ ક્રાઈમબ્રાંચ (Rajkot Crime Branch) સમક્ષ હાજર થયાં હતા.ટાઈમ આવશે ત્યારે જવાબ આપીશપોલીસ સમક્ષ હાજર થતી વખતે મીડà
દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો  જેલવાસ નક્કી  કહ્યું  ટાઈમ આવશે જવાબ દઈશ  જુઓ video
Advertisement
ગત 7મી ડિસેમ્બરે સાંજના સમયે જુની અદાવતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મયૂરસિંહ રાણા (Mayursinh Rana) પર પોતાના એક સાગરિત સાથે દેવાયત ખવડે (Devayat Khavad) હુમલો કર્યો હતો. જે બાદ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થતા મામલો વધુ ચર્ચામાં રહ્યો હતો અને ઘટનાના 9 દિવસ બાદ નાટ્યાત્મક રીતે દેવાયત ખવડ આજે રાજકોટ ક્રાઈમબ્રાંચ (Rajkot Crime Branch) સમક્ષ હાજર થયાં હતા.
ટાઈમ આવશે ત્યારે જવાબ આપીશ
પોલીસ સમક્ષ હાજર થતી વખતે મીડિયાના સવાલોના જવાબમાં તેણે નિવેદન આપ્યું હતું કે, ટાઈમ આવશે ત્યારે જવાબ દઈશ. જે બાદ રાજકોટ A ડિવિઝન પોલીસે (Police) તેનો કબ્જો લઈ આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
કોર્ટમાં રજુ કરાશે
જણાવી દઈએ કે પોલીસે દેવાયત ખવડને આગોતરા જામીન ના મળે તે માટે શિકંજો કસતા તેના પર રહેલા જુના ગંભીર પોલીસ કેસો આગળ ધરી કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે તેથી તેમનો જેલવાસ લગભગ નક્કી માનવામાં આવે છે. હાલ પોલીસ કાયદેસરની કાર્યવાહી બાદ આવતીકાલે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરશે.
અગાઉ ગુન્હા નોંધાઈ ચુક્યા છે
પોલીસ દ્વારા જે રેકર્ડ રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ દેવાયત ખવડ (Devayat Khavad) વિરુદ્ધ 2015માં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કલમ 325 હેઠળ મારા મારીનો ગુનો નોંધાયો છે. 2015માં મુળી પોલીસ સ્ટેશન ખાતે 307 અને આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે તો 2018 માં સુરેન્દ્રનગરના B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે અદાલત દ્વારા આગામી સુનવણી 17મી ડિસેમ્બર ના રોજ રાખવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×