Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શપથ લેતાં જ મોદી સરકાર એક્શનમાં, લીધો નવો આ નિર્ણય...

Modi Government 3.0 : કેન્દ્રમાં મોદી સરકાર 3.0 (Modi Government 3.0) ની રચના થયા બાદ મોટા નિર્ણયો પર કામ કરવાનું શરુ થઇ ગયું છે. દેશના તમામ ટોલપ્લાઝા પર હાલ ફાસ્ટેગનો ઉપયોગ કરાઇ રહ્યો છે જે હવે નજીકના સમયમાં જ સમાપ્ત...
શપથ લેતાં જ મોદી સરકાર એક્શનમાં  લીધો નવો આ નિર્ણય

Modi Government 3.0 : કેન્દ્રમાં મોદી સરકાર 3.0 (Modi Government 3.0) ની રચના થયા બાદ મોટા નિર્ણયો પર કામ કરવાનું શરુ થઇ ગયું છે. દેશના તમામ ટોલપ્લાઝા પર હાલ ફાસ્ટેગનો ઉપયોગ કરાઇ રહ્યો છે જે હવે નજીકના સમયમાં જ સમાપ્ત થઇ જશે. ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવા જઈ રહી છે. તે પહેલા કોમર્શિયલ વાહનો માટે શરૂ કરવામાં આવશે. આ પછી ખાનગી કાર, જીપ અને વાન માટે તબક્કાવાર આ ટેક્નોલોજી લાગુ કરવામાં આવશે. આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આગામી બે વર્ષમાં તમામ ટોલ વસૂલાત પર સ્થાપિત કરવામાં આવશે. આ સાથે ટોલ પ્લાઝા અને ફાસ્ટેગનું કામ સમાપ્ત થઈ જશે.

Advertisement

શું ફાયદો થશે

નવી ટેક્નોલોજીના કારણે ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત મળશે. આ ટેક્નોલોજીમાં યુઝર્સે તેઓ જેટલા અંતરની મુસાફરી કરે છે તેના હિસાબથી ચૂકવણી કરવી પડશે. GNSS શ્રેષ્ઠ ટોલ સિસ્ટમ અવરોધ મુક્ત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન હશે. આ ટેક્નોલોજીમાં વાહનની મુવમેન્ટ અને તે કેટલા કિલોમીટર કવર કર્યું છે તેના પર નજર રાખીને ટોલ લેવામાં આવશે અને તે વાહને કિતના કિલોનીટર પ્રવાસ કર્યો છે.તેના પર ધ્યાન રાખી ટોલ લેવાશે.

સરકારે અરજીઓ મંગાવી

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી GNSS આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ભારતમાં લાગુ કરી શકાય. અત્યાર સુધી ભારતમાં ફાસ્ટેગ ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં હતી.

Advertisement

દરેક ટોલ પર બે GNSS લેન હશે

દરેક ટોલ પ્લાઝામાં બે કે તેથી વધુ GNSS લેન હશે. આ લેનમાં GNSS વાહનોને ઓળખવા માટે એડવાન્સ રીડર્સ હશે. GNSS લેનમાં પ્રવેશતા નોન-GNSS વાહનો પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. પ્રથમ ત્રણ મહિનામાં 2,000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSS આધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પછી, આગામી 9 મહિનામાં તેને વધારીને 10,000 કિમી કરવામાં આવશે, જ્યારે તેને વધારીને 25,000 કિમી ટોલ હાઇવે અને 15 મહિનામાં 50,000 કિમી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ફાસ્ટેગ ક્યારે શરૂ થયું?

હાલમાં, ભારતમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે, જે 2015 થી FASTag ના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો---- PM Modi Cabinet 3.0: NDA માં N ફેક્ટર સાબિત થયેલા નીતિશ કુમારના આ સાંસદો કેબિનેટ મંત્રી બન્યા

Tags :
Advertisement

.