Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર FASTag થી કાર પાર્કિંગની સુવિધા લોન્ચ કરાઇ

અહેવાલઃ હાર્દિ ભટ્ટ, અમદાવાદ  અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ સુવિધાને વધારે સુદ્ઢ બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કરાયુ છે. આજથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ એરપોર્ટ પર પોતાના પરિજનોને પિક અપ અને ડ્રોપિંગ માટે આવતા લોકો...
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર fastag થી કાર પાર્કિંગની સુવિધા લોન્ચ કરાઇ

અહેવાલઃ હાર્દિ ભટ્ટ, અમદાવાદ 

Advertisement

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ સુવિધાને વધારે સુદ્ઢ બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કરાયુ છે. આજથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ એરપોર્ટ પર પોતાના પરિજનોને પિક અપ અને ડ્રોપિંગ માટે આવતા લોકો સરળતાથી લઇ શકશે પરિવારજનોને પિક-અપ કે ડ્રોપ કરવા માટે આવતા લોકો ટર્મિનલ-2 પર આ સુવિધાનો લાભ લઇ શકશે.

Advertisement

મહત્વપૂર્ણ છે કે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતથી જ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રીત કરતું રહ્યું છે.આ એરપોર્ટ પર વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે ફાસ્ટેગની સુવિધામાં એક-એક લેન રાખવામાં આવી છે, ફાસ્ટેગ શરૂ થવાને કારણે પાર્કિંગમાં વાહનોની ગતિવિધિ ઝડપી બનશે,જેને કારણે સમય અને ઇંધણની બચત થશે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારની જરૂર રહેતી નથી, જેથી બધાને સરળતાથી અને ઝડપી પાર્કિંગનો વિકલ્પ મળી રહે છે.

Advertisement

જો કે ફાસ્ટેગ પાર્કિંગનો ઉપયોગ કરતા પ્રવાસીઓએ તેમના ફાસ્ટેગમાં પૂરતુ બેલેન્સ રાખવું પડશે, એટલું જ નહીં ફાસ્ટેગ લેનમાં પ્રવેશતા મુસાફરોએ બહાર નીકળવા માટે પણ એજ લેનમાંથી પસાર થવું આવશ્યક છે.

પાર્કિંગ કઇ રીતે કરશો ?
T2 પરિસરમાં પ્રવેશતા વાહનો T2 એકસેસ રોડ સુધી પહોંચશે
પ્રવેશ બાદ વાહનોને ફાસ્ટેગ માટે નિર્ધારિત લેનમાં લઇ જવા
પ્રવેશદ્વાર પર ફાસ્ટેગ નિયંત્રક વાહનની વિન્ડ સ્ક્રિન પરનો ટેગ વંચાશે
બૂમ ગેટ ખુલતા વાહન પાર્કિંગ માટે જઇ શકે છે

બહાર નીકળતી વખતે
નિર્ધારીત ફાસ્ટેગ લેનમાંથી બહાર નીકળવું
કંટ્રોલ સિસ્ટમ ટેગ વાંચતા જ ચાર્જપાત્ર પાર્કિંગ ફી આપમેળે કપાઇ જશે
બૂમ ગેટ વાહનને બહાર નીકળવા દેશે

જો કે એરપોર્ટ પર ફાસ્ટેગ વિના મુસાફરી કરતા લોકો માટે મેન્યુઅલ પાર્કિંગ વ્યવસ્થા અને પાસ થ્રુ લેનને ચાલુ રાખવામાં આવ્યા છે

Tags :
Advertisement

.