Gondal : Labh Pancham એ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ, હરાજીમાં બોલાયા આટલા ભાવ!
- Gondal માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકો શરૂ
- લાભ પાંચમનાં શુભ મુહૂર્તમાં જણસીની આવક શરૂ
- ઓફિસમાં પૂજા કરી રાબેતા મુજબ કામકાજ શરૂ કરાયું
સૌરાષ્ટ્રનું અગ્રિમ અને ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) વિવિધ દિવાળીનાં તહેવારમાં 6 દિવસની રજાઓ બાદ આજરોજ લાભ પાંચમનાં (Labh Pancham) દિવસે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિત વિવિધ જણસીઓની આવકથી ઊભરાયું હતું. આજરોજ લાભ પાંચમનાં દિવસે હરાજી સહિત યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું હતું.
યાર્ડમાં વિવિધ જણસીઓની આવક નોંધાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી જેવી કે મગફળીની અંદાજે 1.10 લાખ ગુણી, સોયાબીનની અંદાજે 50 હજાર કટ્ટા, ડુંગળીનાં 30 હજાર કટ્ટા, કપાસની 15 હજાર ભારી સહિત વિવિધ જણસીઓની આવક થવા પામી હતી. હરાજીમાં મગફળીનાં (Groundnut) 20 કિલોનાં ભાવ રૂ. 900 થી 1250, સોયાબિનનાં 20 કિલોનાં ભાવ રૂ. 750 થી 900, કપાસનાં રૂ. 1450 થી 1550, ડુંગળીનાં 20 કિલોનાં ભાવ રૂ. 400 થી 981 સુધીનાં ભાવ બોલાયા હતા.
ઓફિસમાં પૂજા કરી કામકાજ શરૂ કરાયું
ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) ખાતે આજરોજ લાભ પાંચમના દિવસે વહેલી સવારે યાર્ડની ઓફિસમાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તેમ જ યાર્ડનાં કર્મચારીઓ, વેપારીઓ, ઓકસમેન દ્વારા શુભ મુહૂર્તમાં ભગવાનની પૂજા કરી આજથી યાર્ડમાં આવેલ જણસીઓની હરાજી તેમ જ ઓફિસનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - VADODARA : લાભ પાંચમના દિવસથી ટ્રાફીક પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ
યાર્ડમાં જણસીની આવક બંધ ન થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે
યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમનાં દિવસે વિવિધ જણસીઓની આવકથી છલકાયું છે. હજુ પણ યાર્ડમાં સમગ્ર જણસીની આવક ચાલુ છે અને અમે એવા પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક બંધ ના થાય. મગફળી, સોયાબીન (Soybean), ડુંગળી સહિતની જણસીની આવક સતત ચાલુ રહે તેવા પ્રયત્નો ચાલુ છે અને તેમાં અમે સફળ પણ થઈ જશું. ત્યારે આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડનું સંપૂર્ણ કામકાજ રાબેતા મુજબ શરૂ થયું છે.
આ પણ વાંચો - Rajkot ફરી થયું શર્મસાર! મામા એ જ 7 વર્ષની ભાણીને પીંખી નાંખી!
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને આવ્યા
ખેડૂતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ (Rajkot), પોરબંદર, જૂનાગઢ, અમરેલી (Amreli), સુરેન્દ્રનગર, મોરબી સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને પોતાની જણસીના હરાજીમાં સારા એવા ભાવ મળતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રભરનાં ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Junagadh : ખરેખર..! સામાન્ય બાબતમાં વનકર્મીઓએ IAS-IFS અધિકારીઓ સાથે કરી મારામારી!