ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gondal Controversy : ગણેશ ગોંડલના સમર્થકો ભૂલ્યા ભાન, રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન! Video વાઇરલ

ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજનું (India National Flag) અપમાન કરવામાં આવ્યું હતું.
04:47 PM Apr 27, 2025 IST | Vipul Sen
ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજનું (India National Flag) અપમાન કરવામાં આવ્યું હતું.
featuredImage featuredImage
Gondal_Gujarat_first main
  1. અલ્પેશ કથીરિયાનાં વિરોધમાં ગણેશ ગોંડલનાં સમર્થકો ભૂલ્યા ભાન! (Gondal Controversy)
  2. ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું!
  3. વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના અપમાનનાં દ્રશ્યો આવ્યા સામે
  4. ગણેશ ગોંડલના સમર્થકોએ થાર કાર પર લાગેલા રાષ્ટ્રધ્વજને તોડી નીચે ફેંકી અપમાન કર્યું
  5. ગણેશ ગોંડલના સમર્થનમાં સમર્થકોએ રાષ્ટ્રધ્વજનું પણ માન ન જાળવ્યું

Gondal Controversy : આજે રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં તણાવપૂર્ણ સ્થિતિ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની મુલાકાતને લઇ તાલુકામાં બંને પક્ષનાં સમર્થકો વચ્ચે જબરદસ્ત ઘમાસાણ જોવા મળ્યું છે. ગણેશ ગોંડલના (Ganesh Gondal) સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયાનો પૂર જોર વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ગણેશ ગોંડલનાં સમર્થકો જાણે ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજનું (India National Flag) અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Gondal : તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો, જાણો શું છે સમગ્ર મામલો

અલ્પેશ કથીરિયાના સમર્થકોની અનેક ગાડીઓનાં કાચ તોડી તોડફોડ

સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) દ્વારા આપેલા પડકાર બાદ આજે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા ગોંડલની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, તેમનાં કાફલા પર ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) સાથે આવેલા સમર્થકોની અનેક ગાડીઓનાં કાચ તોડી તોડફોડ કરવામાં આવી હતી. દરમિયાન, ગણેશ ગોંડલનું સમર્થન કરવાનાં ચક્કરમાં સમર્થકો જાણે પોતાનું ભાન ભૂલ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Gondal Controversy : મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ - જયરાજ સિંહ

ગણેશ ગોંડલના સમર્થકોએ થાર કાર પર લાગેલા રાષ્ટ્રધ્વજને તોડી અપમાન કર્યું

આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે અલ્પેશ કથીરિયા સાથે આવેલા સમર્થકોની અનેક ગાડીઓમાં એક થાર કાર પણ હોય છે, જેનાં બોનેટ પર તિરંગો ઝંડો લગાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને ગણેશ ગોંડલના સમર્થક દ્વારા તોડીને નીચે ફેંકવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજનાં અપમાનનો (India National Flag) આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ પણ રાજકીય નેતા કે પક્ષનું સમર્થન કરવું ખોટું નથી પરંતુ, તે નેતા અને પક્ષ સામે રાષ્ટ્ર પ્રેમને ભૂલી તિરંગાનું અપમાન કરવું એક ગુનો છે. એવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. જો કે, હવે આ મામલે પોલીસ (Gondal Police) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર લોકોની નજર છે.

આ પણ વાંચો - Gondal ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ, કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયા

Tags :
Alpesh KathiriaDharmik MalviyaGanesh Gondal vs Alpesh KathiriaGanesh JadejaGondal controversyGondal PoliceGongalGUJARAT FIRST NEWSIndia National FlagJayRajsingh JadejaJigisha PatelPatidar SamajRAJKOTSocial MediaTop Gujarati Newviral video