Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath : તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે Gujctoc હેઠળ મોટી કાર્યવાહી

Gir Somnath પોલીસની ગુજસીટોક અંતર્ગત મોટી કાર્યવાહી સંગઠિત થઇ ગુનો આચરવા સંદર્ભે 5 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી 5 આરોપી પૈકી 1 તાલુકા કોંગ્રેસનો પ્રમુખ મહેશ મકવાણા આરોપીઓ સામે Gujctoc હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ ગીર સોમનાથ (Gir Somnath) પોલીસે ગુજસીટોક...
gir somnath   તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે gujctoc હેઠળ મોટી કાર્યવાહી
Advertisement
  1. Gir Somnath પોલીસની ગુજસીટોક અંતર્ગત મોટી કાર્યવાહી
  2. સંગઠિત થઇ ગુનો આચરવા સંદર્ભે 5 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી
  3. 5 આરોપી પૈકી 1 તાલુકા કોંગ્રેસનો પ્રમુખ મહેશ મકવાણા
  4. આરોપીઓ સામે Gujctoc હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ

ગીર સોમનાથ (Gir Somnath) પોલીસે ગુજસીટોક અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સંગઠિત થઇ ગુનો આચરવા સંદર્ભે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 શખ્સો વિરુદ્ધ LCB PI એ ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ પૈકી 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. આરોપીઓમાં તાલુકા કોંગ્રેસ (Congress) પ્રમુખ મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: બોપલમાં Hit and Run ની ઘટના, CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

Advertisement

Advertisement

તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

ગીર સોમનાથમાં (Gir Somnath) એક સમાન ઇરાદો રાખીને સંગઠિત ગુના આચરતી ટોળકી સામે પોલીસે આકરી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કોડીનારનાં (Kodinar) મહેશ મકવાણા સહિત કુલ 5 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મહેશ જેઠાભાઇ મકવાણા, હરેશભાઇ ચીકુભાઇ ઉર્ફે સીદીભાઇ દમણિયા, રમેશભાઇ વિરાભાઇ ચુડાસમા, રફીક ઉર્ફે ભુરો સુલેમાનભાઇ સેલોત ઘાંચી અને મુનાફ ઉર્ફે મુનો નજીરભાઇ નોહવી સિપાઇ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસે આ કેસમાં 5 પૈકી 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે.

આ પણ વાંચો - Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

ટોળકી સામે વિવિધ પો.સ્ટેશનમાં સંખ્યાબંધ ગુનોઓ

આ 5 ઈસમો વિરુદ્ધ LCB PI એ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, તમામ આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી આરોપી મહેશ મકવાણાની આગેવાની હેઠળ સંગઠિત ગુના આચર્યા હતા. આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં કોડીનાર શહેર, કોડીનાર તાલુકા, ગીર ગઢડા (Gir Gadhada) પો.સ્ટે. તથા તાલાળા પો.સ્ટે. હદ વિસ્તારમાં ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે, જેમાં રાયોટિંગ, મારામારી, ધાક ધમકી, લૂંટ, ખનિજ ચોરી, હથિયાર ધારા, સરકારી અધીકારી-કર્મચારીઓની ફરજ રૂકાવટ તથા ઇજા, ખંડણી, વાહન અકસ્માત પ્રકારનાં ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી.

આ પણ વાંચો - Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Tags :
Advertisement

.

×