Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો
- રાજુ સોલંકી સહિત 5 લોકો સામે ગુનો દાખલ થયો
- જુનાગઢમાં દલિત આગેવાન છે રાજુ સોલંકી
- રાજુ સોલંકી સહિત 3 ને રાઉન્ડ અપ કરાયા
Junagadh: જૂનાગઢમાંથી અત્યારે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા જૂનાગઢમાં એક મોટો વિવાગ સર્જાયો હતો. જેમાં ગણેશ ગોંડલનું નામ આવ્યું હતું કે, ગણેશ ગોંડલે એક દલિત યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો. જે બાદ સંજય સોલંકીના પિતાએ ભારે વિરોધ નોંધાવ્યો અને ફરિયાદ પર કરી હતી. પરંતુ અત્યારે જૂનાગઢ (Junagadh)ના દલિત આગેવાન રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બહુચર્ચિત Ganesh Gondal કેસ: ફરિયાદીRaju Solanki અને ગેંગ Jail હવાલે#Gujarat #ganeshgondal #Junagadh #RajuSolanki #GujaratPolice #GujaratFirst pic.twitter.com/N9Gf2HLGjl
— Gujarat First (@GujaratFirst) August 3, 2024
આ પણ વાંચો: Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, Instagram અને WhatsApp સહિત આ એપ્સ કરી બંધ
રાજુ સોલંકી સહિત 3 ને રાઉન્ડ અપ કરાયા હોવાનું સામે આવ્યું
મળતી વિગતો પ્રમાણે દલિત આગેવાન રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે રાજુ સોલંકી સહિત 3 ને રાઉન્ડ અપ કરાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંજુ સોલંકીના પિતા રાજુ સોલંકી ગણેશ જાડેજા પ્રકરણમા સામેલ છે. જો કે, અત્યારે તો તેમની સામે મોટી ફરિયાદ નોંધાઈ છે. ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી સામે અત્યારે GUJCTOC નો ગુનો નોંધાયો છે.
ખુદ ફરિયાદી સામે GUJCTOC જેવો ગંભીર ગુનો નોંધાયો
નોંધનીય છે કે, રાજુ સોલંકી જૂનાગઢ (Junagadh)માં દલિત આગેવાન છે. આ પહેલા તેમણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગણેશ ગોંડલે તેમના દીકરાનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. આ સાથે સાથે તેમણે કાર્યવાહી કરવા માટે ચીમકી પણ આપી હતી. નોંધનીય છે કે, Ganesh Gondal કેસ બહુચર્ચિત રહ્યો છે. જેમાં ફરિયાદી Raju Solanki અને ગેંગ Jail હવાલે થયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે ખુદ ફરિયાદી સામે GUJCTOC જેવો ગંભીર ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે જૂનાગઢ (Junagadh)માં ચર્ચાઓ થઈ રહીં છે.