Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anandpal : કૃર અપરાધી, રિવોલ્વર રાની સાથે અફેર અને....

Anandpal : એક ગેંગસ્ટર... જે ફેસબુક પર ધમકીઓ આપીને AK-47 વડે પોલીસકર્મીઓને મારતો હતો, જે એસિડ નાખીને પોતાના દુશ્મનોને બાળી નાખતો હતો, જેણે મેદાનની વચ્ચે પોતાનો કિલ્લો બનાવ્યો હતો, જે પોતાના દુશ્મનોને લોખંડના પાંજરામાં બંધ રાખી તેને ટોર્ચર કરતો હતો....
10:05 AM Jul 27, 2024 IST | Vipul Pandya
Gangster Anandpal Singh pc google

Anandpal : એક ગેંગસ્ટર... જે ફેસબુક પર ધમકીઓ આપીને AK-47 વડે પોલીસકર્મીઓને મારતો હતો, જે એસિડ નાખીને પોતાના દુશ્મનોને બાળી નાખતો હતો, જેણે મેદાનની વચ્ચે પોતાનો કિલ્લો બનાવ્યો હતો, જે પોતાના દુશ્મનોને લોખંડના પાંજરામાં બંધ રાખી તેને ટોર્ચર કરતો હતો. જ્યારે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો ત્યારે પણ પોલીસ Anandpal ને જેલના સળિયા પાછળ ધકેલી શકી ન હતી. તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. તેની ક્રાઇમ કુંડળી એટલી મોટી થઈ ગઈ કે રાજસ્થાન સરકારને પરસેવો છૂટવા લાગ્યો હતો. પરંતુ આટલી મોટી ગુનાખોરીની ગાથા હોવા છતાં, તે ગુનેગારની લવસ્ટોરી પણ એટલી લોકપ્રિય થઈ કે તે રાજસ્થાનમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. આખરે તેનું એન્કાઉન્ટર થયું અને હવે સીબીઆઈ કોર્ટે એ જ એન્કાઉન્ટરને નકલી જાહેર કરી ખુદ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

આ કહાની છે રાજસ્થાનના સૌથી મોટા ગેંગસ્ટર આનંદપાલ સિંહની, જેના એન્કાઉન્ટરથી રાજસ્થાનની આખી રાજનીતિ ગરમાઇ ગઇ હતી

એક હારે આનંદપાલ સિંહને ગુનેગાર બનાવી દીધો

લાડનુ એ રાજસ્થાનના નાગૌર જિલ્લાનો એક તાલુકો છે. આનંદપાલ સિંહ લાડનુનના સાંવરદ ગામનો રહેવાસી હતો.સારો ભણેવો હતો અને તેની પાસે શિક્ષક બનવા માટે ફરજિયાત લાયકાત B.Ed પણ હતી, પરંતુ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 2000 હતું અને તે રાજસ્થાનમાં જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રસંગ હતો. તે ચૂંટણી લડ્યો અને જિલ્લા પંચાયતના સભ્ય બન્યો તેણે પછી જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું સપનું જોયું.

તે જિલ્લા પંચાયત પ્રમુખ માટે ચૂંટણી લડ્યો હતો, પરંતુ માત્ર 2 મતથી હારી ગયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરજીરામ બુરડકના પુત્ર જગન્નાથ બુરડક સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજયએ તેને ગુનેગાર બનાવ્યો. વર્ષ 2006માં આનંદપાલ સિંહે પ્રથમ હત્યા કરી હતી. આ હત્યા ડીડવાનામાં થઈ હતી અને મૃતકનું નામ જીવનરામ ગોદારા હતું.

આનંદપાલની પહેલી દુશ્મની એક મિત્ર સાથે થઈ

આ એ જ જીવનરામ ગોદારા હતો, જે આનંદપાલ સિંહનો મિત્ર હતો. આ જીવનરામને કારણે જ આનંદપાલ સિંહ લગ્ન કરી શક્યો હતો. પરંતુ ગુનાની દુનિયામાં પોતાનું નામ કમાવવાના ઈરાદે પ્રવેશેલા આનંદપાલની પહેલી દુશ્મની એક મિત્ર સાથે થઈ હતી અને આ દુશ્મનીમાં જીવનરામ ગોદારાની હત્યા થઈ હતી.

તેની ગેંગમાં 100 થી વધુ લોકોની ફોજ

આ હત્યાકાંડે આનંદપાલનનું નામ સમગ્ર રાજસ્થાનમાં પ્રખ્યાત કરી દીધું, જેના કારણે ડીડવાનામાં ત્રણ દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો. પછી આનંદપાલ સિંહે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે એક પછી એક હત્યાઓ કરતો રહ્યો, લોકો તેની ગેંગમાં જોડાતા ગયા. ધીમે ધીમે તેણે દારૂની હેરાફેરીથી માંડીને લૂંટ, અને ખૂન બધું કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં તેની ગેંગમાં 100 થી વધુ લોકોની ફોજ બની ગઈ હતી.

આનંદપાલ પોલીસની ચુંગાલમાંથી છટકી ગયો હતો

પોતાનો આતંક વધારવા માટે આનંદપાલે વર્ષ 2006માં જ નાનુ રામ નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં એસિડ રેડીને તેના શરીરને સળગાવી દેવામાં આવ્યું હતું. આ હત્યાના આરોપમાં આનંદપાલની પણ 2012માં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ જેલમાં હતો. ત્યારબાદ 2015 માં, જ્યારે ડિડવાના કોર્ટમાં હાજરી આપીને પરત આવ્યો ત્યારે, તેની ટોળકીએ પોલીસકર્મીઓ પર AK-47 ગોળીબાર કર્યો અને તેને ભગાડી ગયા હતા. ત્યારથી તે વધુ ખતરનાક બની ગયો. પોલીસે તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું.

ફાર્મ હાઉસમાં બંકરો બનાવવામાં આવ્યા હતા

પોલીસની ટીમો રાજસ્થાનમાં શોધખોળ કરતી રહી. અને આ દરમિયાન પોલીસને તેના ફાર્મ હાઉસ વિશે જાણ થઈ, જે લગભગ 10 વીઘામાં બનેલું હતું. ખેતરોની વચ્ચે બનેલા આ ફાર્મ હાઉસમાં બંકરો બનાવવામાં આવ્યા હતા, બંદૂકો ચલાવવા માટે દિવાલોમાં છિદ્રો બનાવવામાં આવ્યા હતા. અને ભોંયરામાં એક લોખંડનો પીંજરો હતો, જેમાં આનંદપાલ તેના દુશ્મનોને કેદ કરીને ત્રાસ આપતો હતો.

લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી!

પરંતુ આ માત્ર આનંદપાલ સિંહની અપરાધ કુંડળી છે. તેની લવસ્ટોરી પણ તેના ગુનાઓ જેવી છે. તેની ગર્લફ્રેન્ડ તે છે જેને AK 47 થી શૂટ કરવાનો શોખ છે. તેનું સત્તાવાર નામ અનુરાધા ચૌધરી છે, પરંતુ લોકો તેને રિવોલ્વર રાની કહીને બોલાવે છે. આ રિવોલ્વર ક્વીન અનુરાધાના પ્રેમમાં પડીને આનંદપાલ સિંહે પોતાનો દેખાવ બદલી નાખ્યો, પેન્ટ-શર્ટ છોડી દીધું અને સૂટ પહેરવાનું શરૂ કર્યું, માથા પર કેપ પહેરીને અંગ્રેજી બોલવાનો પ્રયાસ કરવા લાગ્યો.

 

અનુરાધા પોતે પણ હથિયારોનો ઉપયોગ કરીને અપહરણની નિષ્ણાત

અનુરાધા પોતે પણ હથિયારોનો ઉપયોગ કરીને અપહરણની નિષ્ણાત બની ગઈ હતી. 2012માં જ્યારે આનંદપાલની ધરપકડ કરવામાં આવી ત્યારે અનુરાધા આખી ગેંગની કમાન્ડમાં હતી. અનુરાધાએ જ 2015માં સુનાવણીમાંથી પરત ફરતી વખતે આનંદપાલને ભગાડ્યો હતો.

જો કે, જ્યારે આનંદપાલને મુક્ત કરવામાં આવ્યો, ત્યારે અનુરાધાની ધરપકડ કરવામાં આવી અને જ્યારે 2017માં આનંદપાલનું એન્કાઉન્ટર થયું ત્યારે અનુરાધાએ ફરીથી આનંદપાલ ગેંગની કમાન સંભાળી. ગેંગને વધુ મજબૂત કરવા તેણે લોરેન્સ વિશ્નોઈ સાથે પણ હાથ મિલાવ્યા હતા. આ સમય દરમિયાન અનુરાધા સંદીપ ઉર્ફે કાલા જથેડીને મળી અને હવે કાલા જેથેડી-અનુરાધાના લગ્ન થઈ ગયા છે.

શું આનંદપાલનું એન્કાઉન્ટર નકલી હતું?

રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે આનંદપાલ સિંહ 24 જૂન 2017ના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આનંદપાલ તરફથી 100 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પરંતુ આનંદપાલના પરિવારજનો દ્વારા આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી અને આનંદપાલના અંતિમ સંસ્કાર 18 દિવસ સુધી થઈ શક્યા ન હતા.

કોર્ટે આનંદપાલનું એન્કાઉન્ટર બનાવટી હોવાનું ચુકાદો આપ્યો

13 જુલાઈ, 2017ના રોજ, પોલીસે બળજબરીથી આનંદપાલના અંતિમ સંસ્કાર કર્યા. આ કેસની સીબીઆઈ તપાસ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ભલામણ પર હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈએ પણ આ એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવ્યું અને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો. પરંતુ આનંદપાલ સિંહની પત્ની રાજ કંવરે આ રિપોર્ટને કોર્ટમાં પડકાર્યો હતો. અંતે, 24 જુલાઈ, 2024 ના રોજ, કોર્ટે આનંદપાલનું એન્કાઉન્ટર બનાવટી હોવાનું ચુકાદો આપ્યો.

એન્કાઉન્ટર કરનારા તમામ પોલીસકર્મીઓને પ્રમોશન મળ્યું છે

હવે આ નકલી એન્કાઉન્ટરમાં રાજસ્થાનના સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં તત્કાલિન એસપી રાહુલ બરહત, તત્કાલીન ડીએસપી વિદ્યા પ્રકાશ, તત્કાલીન ઈન્સ્પેક્ટર સૂર્ય વીર સિંહ, હેડ કોન્સ્ટેબલ કૈલાશ ચંદ્ર, હેડ કોન્સ્ટેબલ સોહન સિંહ, કોન્સ્ટેબલ ધરમપાલ અને કોન્સ્ટેબલ ધરમવીરના નામ સામેલ છે. કોર્ટે કહ્યું છે કે આનંદપાલ સિંહ ઈનામ સાથે અપરાધી હોવા છતાં તેની હત્યાને યોગ્ય ઠેરવી શકાય નહીં. તેથી પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. જેથી હવે પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. ભૂતપૂર્વ એસપી રાહુલ બરહત હવે મુંબઈમાં છે અને વિદેશ મંત્રાલયમાં છે. બાકીના પોલીસકર્મીઓને પણ બઢતી આપવામાં આવી છે. પરંતુ હવે કોર્ટના આદેશ બાદ દરેકને નવેસરથી ટ્રાયલનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો----Kupwara : આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર, 3 જવાન ઘાયલ

Tags :
Anandpal SinghAnuradha ChaudharyCBIcourtCriminalFake EncounterGangsterGangster Anandpal SinghGujarat FirstNationalPolitics of RajasthanRajasthanRajasthan PoliceRevolver Rani
Next Article