ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ganesh Visarjan : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં આંગણે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો, સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યાં

શ્રી સિદ્ધિ ગ્રૂપનાં આંગણે ગણેશોત્સવની પૂર્ણાહુતિ શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન, Gujarat First નાં MD અને એડિટર હાજર રહ્યા બપ્પાની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા સુરતમાં હર્ષ સંઘવી ગણેશ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની (Ganapati Mohotsav) ધૂમધામથી...
08:57 PM Sep 17, 2024 IST | Vipul Sen
  1. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં આંગણે ગણેશોત્સવની પૂર્ણાહુતિ
  2. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન, Gujarat First નાં MD અને એડિટર હાજર રહ્યા
  3. બપ્પાની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા
  4. સુરતમાં હર્ષ સંઘવી ગણેશ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની (Ganapati Mohotsav) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા વિઘ્નહર્તાની 10 દિવસ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી આજે મૂર્તિ વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં શ્રી સિદ્ધિ ગ્રૂપનાં (Shri Siddhi Group) આંગણે ગણેશ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વાજતે ગાજતે દુંદાળા દેવને વિદાય આપી હતી. બીજી તરફ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ગણેશ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા.

શ્રી સિદ્ધિ ગ્રૂપના આંગણે ગણેશ મૂર્તિ વિસર્જન કાર્યક્રમ યોજાયો

અમદાવાદમાં (Ahmedabad) એસ.જી હાઈવે નજીક ચાણક્યપુરી પાસે આવેલ ગણેશ મેરેડિયન ખાતે શ્રી સિદ્ધિ ગ્રૂપનાં (Shri Siddhi Group) આંગણે 10 દિવસ ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારે આજે ગણેશ મૂર્તિ વિસર્જન કરવામાં (Ganesh Visarjan) આવ્યું હતું, જેમાં શ્રીજીને વિદાય આપવા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 'દેવા હો દેવા, અગલે બરસ તુમ જલ્દી આના', નાં નાદ સાથે ભક્તોએ બપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. સાથે ગરબે પણ ઘૂમ્યાં હતાં. શ્રી સિદ્ધિ ગ્રૂપ દ્વારા 'મારા માટીનાં ગણેશ' ની થીમ પર સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Harsh Sanghvi : CM અંગે અફવા મામલે ગૃહ રાજ્યમંત્રી રોષે ભરાયા, કહ્યું- બેજવાબદારીપૂર્વક વિપક્ષ..!

શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન, ગુજરાત ફર્સ્ટનાં MD અને એડિટર દ્વારા બપ્પાની આરતી કરાઈ

ગણેશ પંડાલમાં રાજ્ય અને દેશનાં હેરિટેજની ઝલક પણ જોવા મળી હતી. ત્યારે ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) આંગણે જ મૂર્તિ વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલે (Mukeshbhai Patel) દાદાની આરતી ઉતારી હતી. સાથે જ ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલે (Jasmin Patel) પણ ગણપતિ બપ્પાની પૂજા-અર્ચના કરી હતી. જ્યારે, ગુજરાત ફર્સ્ટનાં એડિટર વિવેકકુમાર ભટ્ટે (Vivekkumar Bhatt) દાદાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો - PM Modi's Birthday: વડનગર પહોંચ્યા ભજન સમ્રાટ અનુપ જલોટા, PM મોદી વિશે કહી અદભુત વાત!

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી ગણેશ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા

સુરતમાં (Surat) પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વિસર્જનમાં જોડાયા હતા. સુરતનાં ભાગળ અને ડુમ્મસમાં યોજાયેલ વિસર્જન કાર્યક્રમમાં (Ganesh Visarjan) તેમણે હાજરી આપી હતી. આ સાથે વિસર્જનની પ્રક્રિયા અંગે હર્ષ સંઘવીએ તાગ પણ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી. વિસર્જન માટે સુરત મનપા તરફથી વિશેષ વ્યવસ્થા કરાઈ છે. હજારોની સંખ્યામાં ભક્તો વિસર્જનમાં જોડાયા છે. ગણેશોત્સવ તહેવારની સાથે એકતાનો ઉત્સવ પણ છે. જણાવી દઈએ કે, સુરતમાં ડુમ્મસ (Dummas) ખાતે વહેલી સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં 54,256 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન માટે 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Amit Shah : PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત!

Tags :
AhmedabadDummasGanapati MohotsavGanesh VisharanGaneshotsavGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarsh SanghviJasmin PatelLatest Gujarati NewsLord GaneshaMukeshbhai PatelShri Siddhi GroupSuratVivekkumar Bhatt
Next Article