Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : 'ક્રિકેટ', 'હિટ વિકેટ', 'મેદાન' જેવા શબ્દોથી વિધાનસભામાં હસ્ય રેલાયું

વિધાનસભામાં પક્ષપલટાની રમૂજી અંદાજમાં વાતચીત મોઢવાડિયા હીટ વિકેટ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો : શૈલેષ પરમાર તમારે પણ થોડા સમય બાદ આવવું પડશેઃ હર્ષ સંઘવી Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રની (Monsoon Session) ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને...
gandhinagar    ક્રિકેટ    હિટ વિકેટ    મેદાન  જેવા શબ્દોથી વિધાનસભામાં હસ્ય રેલાયું
  1. વિધાનસભામાં પક્ષપલટાની રમૂજી અંદાજમાં વાતચીત
  2. મોઢવાડિયા હીટ વિકેટ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો : શૈલેષ પરમાર
  3. તમારે પણ થોડા સમય બાદ આવવું પડશેઃ હર્ષ સંઘવી

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રની (Monsoon Session) ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પક્ષપલટાના મુદ્દાને લઈ રમૂજી અંદાજમાં સંવાદ થયો હતો. કોંગ્રેસનાં (Congress) ધારાસભ્ય શૈલેષ પરમારે (Shailesh Parmar) હળવી રમૂજ સાથે ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાને (Arjun Modhwadia) ટાંકીને કહ્યું હતું કે, તેમને ક્રિકેટની પિચ પર રમવા દેજો. હિટ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. આ નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તમારે પણ થોડા સમય બાદ આવવું પડશે. ક્યારેક રમવા મળે, ક્યારેક ન પણ મળે.

Advertisement

આ પણ વાંચો - Tathya Patel Case : આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન, જાણો શું છે કારણ ?

ક્રિકેટની પિચ પર મોઢવાડિયાને રમવા દેજો : શૈલેષ પરમાર

ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly, Gandhinagar) આજે સત્રની કાર્યવાહી દરમિયાન ભાજપ (BJP) અને કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે હળવી રમૂજનાં દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે હળવી રમૂજ સાથે ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાને ટાંકી કહ્યું કે, ક્રિકેટની પિચ પર મોઢવાડિયાને રમવા દેજો. તેઓ હીટ વિકેટ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. જો કે, શૈલેષ પરમારનાં આ નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જવાબ આપતા કહ્યું કે, ક્યારેક રમવા મળે, ક્યારેક ન પણ મળે.

Advertisement

આ પણ વાંચો - ‘મારી સાથે ફોટો હોવા છતાંય કાર્યવાહી તો કરી જ છે’ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સ્પષ્ટતા

Advertisement

તમારે પણ થોડા સમય બાદ અમારી ટીમમાં આવવું જ પડશે : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રીએ આગળ કહ્યું કે, ક્યારેક 12 ની ટીમમાં રમવા મળે તો ક્યારેક ન પણ મળે. ક્યારેક એવું પણ બને કે આ સિઝનમાં નહિ તો આવતી સિઝનમાં રમવા મળે પણ રમવા મળે ખરું. રમવા જઈએ તો હિટ વિકેટ પણ થવાય એવું પણ બને. પણ અડધી પીચે રન આઉટ થઈ જવું પડે એ દુઃખદ છે. આ વાત પર સામે પક્ષે કોંગ્રેસ નેતા કિરીટ પટેલે (Kirit Patel) કહ્યું કે, પણ મેદાનમાં રમવા માટેની તક આપજો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એ અમારી ટીમમાં આવી ગયા છે, તમારે પણ થોડા સમય બાદ અમારી ટીમમાં આવવું જ પડશે. આ સાંભળીને ગૃહમાં સૌના ચહેરા પર હાસ્ય રેલાયું હતું.

આ પણ વાંચો - Gujarat Police : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 PI ની બદલી

Tags :
Advertisement

.