Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ખેડૂતોની આવક મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, ત્રિદિવસીય એક્સ્પોની શરૂઆત

ખેડૂતોની માથાદીઠ આવક મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે: ઋષિકેશ પટેલ "ખેડૂતોને કયાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા આંકડા દર્શાવાય છે" કોંગ્રેસનાં શાસન મા અન્યાય સિવાય જનતા ને કઈ મળ્યું...
gandhinagar   ખેડૂતોની આવક મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા  ત્રિદિવસીય એક્સ્પોની શરૂઆત
  1. ખેડૂતોની માથાદીઠ આવક મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન
  2. ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે: ઋષિકેશ પટેલ
  3. "ખેડૂતોને કયાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા આંકડા દર્શાવાય છે"
  4. કોંગ્રેસનાં શાસન મા અન્યાય સિવાય જનતા ને કઈ મળ્યું નહોતું.

Gandhinagar : ખેડૂતોની માથાદીઠ આવકમાં મામલે ગુજરાત દેશભરમાં 10 નંબર રહેવા અંગેનાં નીતિ આયોગનાં રિપોર્ટ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું (Rishikesh Patel,) નિવેદન સામે આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોને ક્યાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે જ આ આંકડા દર્શાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે.

Advertisement

ખેડૂતોની માથાદીઠ આવક મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન

નીતિ આયોગ (Niti Aayog Report) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરમાં 10 નંબર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નંબર બતાવવાનું કામ પણ ભાજપની સરકારે જ કર્યું છે. ખેડૂતોને ક્યાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા જ આ આંકડા દર્શાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. ખેડૂતોની આવક વધારવા ગુજરાત સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો -

Advertisement

'હેવી મેડિકલ મશીન ગુજરાતમાં બનશે'

પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel,) આગળ કહ્યું કે, ગાંધીનગર (Gandhinagar) ખાતે ફાર્માટેક એક્સપોની શરૂઆત થઈ છે, જેમાં 400 ઉદ્યોગોએ ભાગ લીધો છે. ફાર્મા ક્ષેત્રે પદાર્પણ માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે. પશ્ચિમ વિસ્તાર માટે સૌથી મોટો કહી શકાય એવો આ એક્સપો (Pharmatech Expo) છે. પ્રવક્તામંત્રીએ કહ્યું કે, ગુજરાત એ દેશમાં ફાર્માનું હબ છે. આવનાર સમયમાં મેડિકલ ડિવાઈસ અને મશીનરી માટેનું પણ હબ બનશે. મેડિકલ ડિવાઈસ બલ્ક ડ્રગ માટે પાર્ક તૈયાર થઈ રહ્યું છે. હવે હેવી મેડિકલ મશીન ગુજરાતમાં બનશે. તેમણે કહ્યું કે, આવનાર સમયમાં પેપરલેસ પદ્ધતિથી ઉદ્યોગો સ્થાપી શકાશે.

Advertisement

આ પણ વાંચો -

તેમણે પશ્ચાતાપ યાત્રા નિકાળવી જોઈએ : ઋશિકેષ પટેલ

જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગર (Gandhinagar) ખાતે એક્સપોની શરૂઆત કરાવી હતી. સેક્ટર 17 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય એક્સ્પો યોજાઈ રહ્યો છે. કોંગ્રેસની (Congress) ન્યાયયાત્રા અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં અન્યાય સિવાય જનતાને કંઈ મળ્યું નહોતું. ભાજપની સરકાર (BJP Government) હેઠળ રાજ્ય અને દેશ દરેક દિશામાં પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાતમાં દરેક સેક્ટર આગળ વધી રહ્યું છે. મંત્રીએ આગળ કહ્યું કે, કોંગ્રેસએ જે જનતા સામે અન્યાય કર્યો તે બદલ તેમણે પશ્ચાતાપ યાત્રા નિકાળવી જોઈએ.

આ પણ વાંચો -

Tags :
Advertisement

.