Gandhinagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી આ ખાસ રજૂઆત!
- ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી રજૂઆત
- વિધાનસભામાં થતી ચર્ચા લાઈવ બતાવવા ગૃહમંત્રીની માગ
- આવતીકાલે ગૃહમાં થનારી ડ્રગ્સ મુદ્દેની ચર્ચાને LIVE બતાવવા રજૂઆત
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનાં બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) વિધાનસભા અધ્યક્ષ સમક્ષ એક વિશેષ રજૂઆત કરી હતી. વિધાનસભામાં થતી ચર્ચાઓને લાઈવ બતાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માગ કરી હતી. માહિતી મુજબ, આવતીકાલે નિયમ 116 અંતર્ગત ગૃહમાં ડ્રગ્સ (Drugs) મુદ્દે ચર્ચા થશે. આ ચર્ચાને લાઈવ બતાવવી જોઈએ તેવો પ્રસ્તાવ ગૃહ રાજ્યમંત્રીએ અધ્યક્ષ સમક્ષ મૂક્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!
વિધાનસભાની ચર્ચાઓ LIVE બતાવવા માગ
ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્રનાં (Monsoon Session) બીજા દિવસે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધ્યક્ષ સમક્ષ એક ખાસ રજૂઆત કરી હતી. તેમણે અધ્યક્ષને વિધાનસભામાં થતી ચર્ચા લાઈવ બતાવવા માગ કરી હતી. માહિતી અનુસાર, આવતીકાલે ગૃહમાં નિયમ 116 અંતર્ગત ડ્રગ્સ મુદ્દે ચર્ચા થશે. આ ચર્ચાને લાઈવ બતાવવી જોઈએ તેવો પ્રસ્તાવ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મૂક્યો હતો. જો કે, આ મામલે શું નિર્ણય લેવાશે તે આવતીકાલે ખબર પડે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો - હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના
કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયાં
ગુજરાત વિધાનસભામાં (Gandhinagar) આજે કાર્યવાહીની શરૂઆતમાં જ જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ (Gandhinagar) અને આમ આદમી પાર્ટીનાં (AAP) નેતાઓ દ્વારા હોબાળો કરાયો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જો કે, ગૃહમાંથી વોકઆઉટ કરનારા કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અગ્નિકાંડ સહિતનાં 12 પ્રશ્નો રદ કરાયા છે.
આ પણ વાંચો - Ganesh Gondal Case : હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, હવે આવતીકાલ પર સૌની નજર!