Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને આપી આ સૂચના

મુખ્ય સચિવે સંભવિત જોખમને ધ્યાને લઇ જિ. વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ કરવા સૂચના આપી (Gandhinagar) જિલ્લા-તાલુકા વહીવટી તંત્રનાં અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા આદેશ અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, અગ્ર સચિવ અશ્વિની કુમારે પણ જરૂરી...
gandhinagar   અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક  અધિકારીઓને આપી આ સૂચના
  1. મુખ્ય સચિવે સંભવિત જોખમને ધ્યાને લઇ જિ. વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ કરવા સૂચના આપી (Gandhinagar)
  2. જિલ્લા-તાલુકા વહીવટી તંત્રનાં અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા આદેશ
  3. અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, અગ્ર સચિવ અશ્વિની કુમારે પણ જરૂરી સૂચનો કર્યા

Gandhinagar : ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને (Weather Report) ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center, Gandhinagar) ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગનાં નોડલ અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેક્ટરો તેમ જ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

Advertisement

ભારતીય હવામાન વિભાગનાં (Meteorological Department) અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેના આધારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવે સૂચના આપી હતી. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રનાં અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી.

Advertisement

આ પણ વાંચો -Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 5 લાખે એકમાં દેખાતી એવી દુર્લભ જન્મજાત ખામીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

Advertisement

ભીડ ભેગી થાય ત્યાં ખાસ તકેદારી રાખવા સૂચના

રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનાં તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવે જણાવ્યું હતું. વધુમાં, તમામ પ્રભારી સચિવોને પણ જરૂર જણાય પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાનાં જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા.

વિવિધ વિભાગનાં અધિકારીઓને તૈયાર રહેવા સૂચન

ગાંધીનગરનાં (Gandhinagar) SEOC ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી (Weather Report) વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા (Energy), કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ (Health and Family Welfare), પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોનાં અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.

આ પણ વાંચો -Bharuch : ધો. 12 માં અભ્યાસ કરતી સગીરાને સો. મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પછી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું!

પાણી ભરાઈ ન રહે, રોગચાળો, વીજ પુરવઠો ન ખોરવાય તેનું ધ્યાન રાખવા નિર્દેશ

વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવએ આદેશ આપ્યો હતો.

બેઠકમાં તમામ નોડલ અધિકારીઓને સૂચન કરાયું

આ ઉપરાંત મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી (Jayanthi Ravi) તેમ જ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (Ashwini Kumar) દ્વારા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ (Alok Kumar Pandey) પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીનાં તમામ પગલાં ભરવા જરૂરી (Gandhinagar) જણાવ્યું હતું.

આ પણ વાંચો -Gondal : પૌરાણિક સુરેશ્વર મંદિરમાં અદ્ભુત આયોજન, 90 કિલો ફૂલોથી દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરાઈ

Tags :
Advertisement

.