Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!

ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટીનમાં પણ ઘોર બેદરકારી! વિધાનસભાની અમૂલ કેન્ટિનનાં ભોજનમાંથી વાળ નીકળ્યા ઑર્ડર કરેલી પુલાવની 2 ડીશમાંથી વાળ નીકળ્યા Gandhinagar : રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અગાઉ અનેક વખત આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, બેદરકારોનો...
gandhinagar   લ્યો બોલો     ઘોર બેદરકારી  તો વિધાનસભા પહોંચી  હવે તો vip લોકો પણ સુરક્ષિત નથી
  1. ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટીનમાં પણ ઘોર બેદરકારી!
  2. વિધાનસભાની અમૂલ કેન્ટિનનાં ભોજનમાંથી વાળ નીકળ્યા
  3. ઑર્ડર કરેલી પુલાવની 2 ડીશમાંથી વાળ નીકળ્યા

Gandhinagar : રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અગાઉ અનેક વખત આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, બેદરકારોનો આ ખેલ હાલ પણ યથાવત્ છે. ચોંકાવનારી વાત તો એ છે કે હવે ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) પણ ઘોર બેદરકારીનો બનાવ બન્યો છે. વિધાનસભામાં આવેલી અમૂલ કેન્ટીનનાં ભોજનમાંથી વાળ નીકળ્યો હોવાનો ગંભીર દાવો કરાયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal Case : હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, હવે આવતીકાલ પર સૌની નજર!

પુલાવની ડીશમાંથી વાળ નીકળતા પરત કરી

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે ગાંધીનગરમાં (Gandhinagar) આવેલ ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનનો હોવાનો દાવો કરાયો છે. દાવા મુજબ, વિધાનસભાની VIP લોંજમાં આવેલ અમૂલ કેન્ટિનમાં (Amul Canteen) એક ગ્રાહક દ્વારા બે ડીશ પુલાવનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જો કે, પુલાવની ડીશમાંથી વાળ નીકળતા ગ્રાહકે પરત કરી હતી. જો કે, વિધાનસભાની VIP લોંજમાં પિરસાયેલા ભોજનમાં વાળ નીકળતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો સામે આવતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે સામાન્ય માણસ તો ઠીક VIP ને પણ શુદ્ધ ભોજન નથી મળતું !

Advertisement

આ પણ વાંચો - હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના

Advertisement

લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાનાં કિસ્સા અનેક વખત આપણી સમક્ષ આવી ચૂક્યા છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા અને ઘોર બેદરકારી દાખવતા લોકો સામે આરોગ્ય વિભાગ (Health Departhment) દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી રહી છે. પરંતુ, તે પૂરતી નથી. કારણે કે, આવા કિસ્સા હાલ પણ બની રહ્યા છે. આ મામલે સરકારે કડક પગલાં લેવાની જરૂર છે તેમ લોકો ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat Govt.-ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર

Tags :
Advertisement

.