Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : તબીબી શિક્ષકોની દિવાળી સુધરી! સરકારે આપી આ મોટી ભેટ

તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો (Gandhinagar) સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં સેવારત કરાર આધારિત ડો. માટે ખુશીનાં સમાચાર ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી શિક્ષકોને લાભ Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે...
gandhinagar   તબીબી શિક્ષકોની દિવાળી સુધરી  સરકારે આપી આ મોટી ભેટ
  1. તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો (Gandhinagar)
  2. સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં સેવારત કરાર આધારિત ડો. માટે ખુશીનાં સમાચાર
  3. ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી શિક્ષકોને લાભ

Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આરોગ્ય વિષયક મહત્ત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસનાં કરાર આધારિત તબીબી શિક્ષકોનાં માસિક વેતનમાં 30 થી 55 % સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત

Advertisement

તબીબી શિક્ષકોનાં માસિક વેતમાં નોંધપાત્ર વધારો

રાજ્યનાં પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું (Gandhinagar) હતું કે, તબીબી શિક્ષકોનાં માસિક (Medical Teachers) વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનાં પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે. રાજ્ય સરકારનાં મહત્ત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.

આ પણ વાંચો - Bhupendra Patel : રાજ્યના કર્મચારીઓએ ઇનિશ્યેટીવ લેવો જોઇએ

Advertisement

માસિક વેતનમાં થયો આટલો વધારો

આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-1 ના પ્રોફેસરને હાલ ₹. 1,84,000 માસિક વેતન ચૂકવવામાં આવે છે, જે હવેથી ₹. 2,50,000 થશે. સહ પ્રાધ્યાપક વર્ગ-1 ને ₹ 1,67,500 ની જગ્યાએ ₹. 2,20,000 મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ને ₹. 89,400 ની જગ્યાએ ₹. 1,38,000 અને ટ્યૂટર વર્ગ-2 ને ₹. 69,300 ₹. 1,05,000 માસિક વેતન ચૂકવવામાં આવશે. આરોગ્ય વિભાગનાં 09 ઓક્ટોબર  2024 ઠરાવથી નિર્ણય અમલી બનશે.

આ પણ વાંચો - VADODARA : પાલિકા કમિશનરની અવર-જવર વેળાએ અવરોધ ઉભો કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.