રાજ્યમાં સ્પેશિયલ 26 ની જોવા મળી ઝાંખી, નકલી ED નું નીકાળ્યું સરઘસ
- નકલી ED નું સરઘસ નીકાળવામાં આવ્યું
- Ahmedabad અને ભુજમાં આવેલા લોકોનો શિકાર થતો
- આ સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
Gandhidham Fake ED : તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી નકલી ED ની ટીમને ઝડપી પાડી હતી. આ ED ની ટીમમાંથી પોલીસના સકંજામાં 8 લોકો આવ્યા હતા. જોકે આ EDની ટીમ મોટાભાગે વેપારીઓ અને ઉદ્યાગોપતિઓને શિકાર કરતી હતી. તે ઉપરાંત તેમને ધાકધમકી આપીને લાખો પૈસા પડાવતી હતી. ત્યારે આ અનેક કિસ્સાઓ કચ્છ જિલ્લામાંથી અને અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યા હતા. ત્યારે પોલીસની એક ટૂકડી તૈયાર કરવામાં આવી હતી. તેમણે આ નકલી ED ની ટીમને પકડી પાડી હતી. ત્યારે તાજેતરમાં આ નકલી ED ની ટીમનું સરઘસ નીકાળવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પોલીસ દ્વારા આરોપીને મેથીપાક ચખાડીને શાન ઠેકાણે લાવવામાં આવી છે.
Ahmedabad અને ભુજમાં આવેલા લોકોનો શિકાર થતો
મળતી માહિતી મુજબ, આ નકલી ED ની ટીમમાંથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોની Ahmedabad અને Kutch Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત આ કેસમાં આગળ પર આરોપીઓ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ નકલી ED ની ટીમ મોટાભાગે ધનિક વ્યક્તિઓ જેવા કે ઉદ્યાગપતિઓ અને મોટા વેપારીઓની ઈન્ટરનેટ ઉપરથી માહિતી મેળવીને તેમના નિવાસસ્થાને દરોડા પાડીને તેમની પાસેથી લાખો અને કરોડ પડાવતા હતા. આ નકલી ED ની ટીમ મોટાભાગે Ahmedabad અને ભુજમાં આવેલા લોકોને નિશાન બનાવતી હતી.
આ પણ વાંચો: Dr. Babasaheb Ambedkar ની પુણ્યતિથિ નિમિત્તે BAOU માં કાર્યક્રમો યોજાયા
આ સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
જોકે આ EDની ટીમે Gujarat ના દરેક શહેરમાંથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણા પડાવ્યા છે. તો મુખ્યત્વ ED ના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે. જોકે આ નકલી ED ની ટીમ અંગે Kutch જિલ્લમાં અનેક કેસ નોંદવામાં આવ્યા હતા. જોકે આ ત્યારે Kutch Police એ આ અંગે સઘન તપાસ શરૂ કરી હતી. ત્યારે આ કેસમાં સંબંધિત બે આરોપીઓની Ahmedabad થી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, આ સમગ્ર મામલે 8 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. Kutch લોકલ ક્રાઇમ બ્રાન્ચના Police ઇન્સ્પેક્ટર એન.એમ.ચુડાસમાએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. તેમજ આ અંગે સત્તાવાર હકીકતો પછી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: Gujarat-“હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪”ની ઉજવણી