ગાંધીધામમાં અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી
- પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
- ચંદ્રપાલસિંહ એક પુત્ર અને એક પુત્રીના પિતા હતા
- પોલીસ વિભાગમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ છે
Gandhidham constable suicide : રાજ્યમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગાંધીધામ પોસ્ટેશનમાં ફરજ નિભાવતા એક પોલીસકર્મીએ આજરોજ આત્મહત્યા કરી છે. જોકે કયાકારણોસર આત્મહત્યા કરી હતી. તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં છેલ્લા 10 વર્ષથી કામ કર્યું હતું. ત્યારબાદ ગાંધીધામમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. તો સમગ્ર મામલે પોલીસે કવાયત હાથ ધરી છે.
ચંદ્રપાલસિંહ એક પુત્ર અને એક પુત્રીના પિતા હતા
ગાંધીધામ એસપી કચેરી સ્થિત એલઆઈબી કચેરીમાં ફરજ નિભાવતા ચંદ્રપાલ સિંહ જાડેજાએ આત્મહત્યા કરી છે. તેમણે અગમ્ય કારણોસર પોતાના ગામના મકાનમાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી હતી. ચંદ્રપાલ સિંહ જાડેજાએ મૂળ અબડાસા તાલુકાના સાંધાણ ગામના રહેવાસી હતા. તેમણે 37 વર્ષની ઉંમરે આ પગલું ભર્યું હતું. આ ઘટનાને કારણે ચંદ્રપાલ સિંહ જાડેજાના પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે. જોકે ચંદ્રપાલ સિંહ જાડેજાને એક પુત્ર અને એક પુત્રી હતા.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરોએ હડતાળની આપી ચીમકી, PGVCL કચેરીએ રજૂ કર્યો પત્ર
પોલીસ વિભાગમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ છે
આ અંગે ગાંધીધામ એલઆઈબી કચેરીનો સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે ચંદ્રપાલસિંહ છેલ્લા 10 વર્ષથી કચ્છ પોલીસમાં ફરજ બજાવતા હતા. છેલ્લે તેઓ એસપી કચેરી સ્થિત એલ આઈ બી વિભાગમાં ફરજ બજાવતા હતા. લાગણીશીલ અને સ્વંમાની સ્વભાવ ધરાવતા કોન્સ્ટેબલે ગઈકાલે પોતાના અંતરજાળ સ્થિત મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ વિભાગમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ છે. હતભાગીના બે સંતાનો છે જેમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: નર્સિંગ કોલેજમાં 3 થી 4 વર્ષથી વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે રાજરમત થઈ રહી!