પોતાની જ ક્લિનિકમાં કર્યું suicide, સ્યુસાઈડ નોટમાં લખ્યું, ‘પત્ની, સાળી અને સાળાએ..’
Committed Suicide: દેશમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક ડોક્ટરે પોતાની જ ક્લિનિક આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં 40 વર્ષના એક ડોક્ટરે આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે પોલીસે ડોક્ટરના પરિવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી વિગતો પ્રમાણે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકની પત્ની, તેની સાળી અને તેના સાળા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે.
પોતાની જ ક્લિનિકમાં ડોક્ટરે કરી આત્મ હત્યા
ઉલ્લેખનીય છે કે, ડોક્ટર દેવી દયાલે શુક્રવારે પોતાની જ ક્લિનિકમાં ગળે ફાંસી ખાઈને આત્મહત્યા (Committed Suicide) કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, સ્યુસાઈ નોટમાં ડોક્ટર દયાલે આના માટે પોતાની પત્ની પ્રિયા યાદવ, સાલી ભારતી અને સાળા રાજુને ગુનેગાર ગણાવ્યા છે. આ મામલે મૃકતના પિતાએ કરેલી ફરિયાદના આધારે યાદનની પત્ની અને તેના સાળા-સાળી વિરુદ્ધ કોતવાળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસ અત્યારે આરોપીઓને પડકવા માટે કાર્યવાહી કરી રહી છે.
મારી પત્નીએ મને મેન્ટલી ટોર્ચર કર્યો છેઃ મૃતક
પોલીસના અહેવાલો પ્રમાણે વિગતો સામે આવી હતી કે, ડોક્ટરે આત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો અને સ્યૂસાઈ પણ નોટ લખી હતી. જેમાં તેના પરેશાન કરતા પત્ની, સાળી અને સાળાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે અત્યારે આ દિશામાં પોતાની કાર્યવાહી હાથ કરી છે. મૃતકે લખ્યું છે કે, મારી પત્ની જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી તે મારા અને મારા ઘરવાળા ઉપર આરોપ લગાવતી આવી છે. તેણે મને મેન્ટલી ખુબ જ પરેશાન કર્યો છે. જેનાથી હું ઘણો પરેશાન થઈ ગયો હતો. તેના કારણે હું હવે આત્મહત્યા કરી રહ્યો છે.
આ પણ વાંચો: UNESCO World Heritage માટે ભારતે ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ નું નામાંકન કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ