Rajkot:અનૈતિક સબંધનું આવ્યું કાતિલ પરિણામ, રાજકોટમાં મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
- રાજકોટમાં મિત્રએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ!
- અનૈતિક સંબંધનું આવ્યું કાતિલ પરિણામ!
- મિત્રને મળવા બોલાવી છરીના ઘા ઝીંકી કરી હત્યા!
રાજકોટમાં સંતકબીર રોડના નાળા પાસે પેટ્રોલ પંપ નજીક એક યુવક ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાની માહીતી મળતા 108ની ટીમ ઘટનાસ્થળે આવી. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પીટલનાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયો હતો. તેના મોબાઈલમાંથી ફોન કરી પરિવારને જાણ કરાઈ હતી. પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા. ઈજાગ્રસ્તનું નામ વિમલ એંધાણી હોવાનું જણાવ્યું. તેનું વહેલી સવારે ચાર વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વિમલનાં શરીર પર તીક્ષ્ણ ઘા હતા
વિમલના શરીર પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા. તેના માથા અને પીઠના ભાગે નિશાન જોઈ તબીબો સમજી ગયા હતા કે, છરી જેવા હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે. આજી ડેમ પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. વિમલના મોબાઈલની કોલ ડિટેઈલ કાઢવામાં આવી. હત્યા પહેલા વિમલ પર પત્ની અને મિત્ર સુનિલ અઘોલાના ફોન આવ્યાનું ખુલ્યું...જેથી, પોલીસ સુનિલને લાવી પૂછપરછ કરતા તેણે મિત્ર રાજુ અને અરવિંદ સાથે મળી હત્યા કર્યાનું કબૂલ્યુ. પોલીસે સુનિલ અને અરવિંદની પણ ધરપકડ કરી છે.
રાજુની પત્ની સાથે વિમલના આડાસંબંધ બંધાયા
વિમલ મિની ટ્રક ચલાવતો હતો. તેને સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. તેની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે. વિમલ પહેલા રિક્ષા ચલાવતો હતો. મિત્ર રાજુના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન, રાજુની પત્ની સાથે વિમલના આડાસંબંધ બંધાયા હતા. તેના થોડા મહિના બાદ રાજુની પત્નીના સંબંધી સુનિલ સાથે સંબંધ બંધાયા. જેથી, તેણે વિમલ સાથેના સંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ, વિમલ રાજુની પત્ની સાથે સંબંધ યથાવત રાખવા માંગતો હતો. સંબંધ રાખવા દબાણ પણ કરતો હતો. જેથી, તેનાથી કંટાળી મહિલાએ આ વાત પતિ રાજુ અને સુનિલને કહી. રાજુ અને સુનિલે વિમલની હત્યાનો પ્લાન ઘડ્યો. હત્યા કરવા માટે સુનિલે અરવિંદને પણ બોલાવ્યો. 4 એપ્રિલે સુનિલે ફોન કરી વિમલને સંતકબીર રોડ પાસે મળવા બોલાવ્યો અને ઝઘડો કર્યો. ત્યારબાદ, તેના માથા અને પીઠ સહિતના ભાગે છરીના ઘા મારી ફરાર થઈ ગયા.
Eઆ પણ વાંચોઃ Porbandar: આજથી 5 દિવસ સુધી માધવપુર ઘેડ મેળો શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
બે બાળકોનો પિતા હોવા છતાં વિમલે રાજુની પત્ની સાથે સંબંધ બાંધ્યા હતા. પછીએ સંબંધ રાખવાનો મહિલાએ ઈનકાર કરતા વાત તેની હત્યા સુધી પહોંચી હતી. બીજી તરફ રાજુની પત્ની સાથે સુનિલને પણ અનૈતિક સંબંધ હતા. સુનિલ સાથે સંબંધ રાખવા જ તેણે વિમલને ઈનકાર કર્યો હતો. આ વાત સારી રીતે જાણતા સુનિલે રાજુને ઉપસાવી વિમલ નામનો કાંટો કાઢી નાંખ્યો..
આ પણ વાંચોઃ Ahmedabad: હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા, CCTV ફૂટેઝ આવ્યા સામે