Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનૈતિક સબંધોનું પરિણામ પણ બદનામીભર્યું જ આવતું હોય છે

શહેરના પૂર્વ વિસ્તામાં જ્વેલર્સના શો રૂમ ધરાવતા એક પરણિત વેપારી સ્વરૂપવાન મહિલાના પ્રેમમાં પડી ગયો અને પછી જોવા જેવી થઇ ગઈ. રૂપિયા 7000 ના દાગીના મહિલાએ ગીરવે મુકીને એક પછી એક ધીમે ધીમે રૂપિયા 9 લાખ વેપારી પાસેથી સેરવી લીધા હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. એકંદરે સમાજ માટે તો આ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરણિત પુરષ અન્ય મહિલા સાથે મિત્રતા કેળવે છે અને પછી મàª
અનૈતિક સબંધોનું પરિણામ પણ બદનામીભર્યું જ આવતું હોય છે
શહેરના પૂર્વ વિસ્તામાં જ્વેલર્સના શો રૂમ ધરાવતા એક પરણિત વેપારી સ્વરૂપવાન મહિલાના પ્રેમમાં પડી ગયો અને પછી જોવા જેવી થઇ ગઈ. રૂપિયા 7000 ના દાગીના મહિલાએ ગીરવે મુકીને એક પછી એક ધીમે ધીમે રૂપિયા 9 લાખ વેપારી પાસેથી સેરવી લીધા હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. એકંદરે સમાજ માટે તો આ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરણિત પુરષ અન્ય મહિલા સાથે મિત્રતા કેળવે છે અને પછી મિત્રતા પ્રેમમાં પરિણામે છે. બાદમાં મહિલા દ્વારા જરૂરિયાત અને મજબૂરીની દયામણી વાતો કરીને વેપારી પાસેથી રૂપિયા ખંખેરવાનો આખોય કારસો ઘડી નાખે છે, અને કારસામાં અન્ય બે વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી છે. જેમાં બંને વ્યક્તિઓ કોણ છે તેને લઈને પોલીસે તપાસ શરુ કરી છે. આ બંને વ્યક્તિઓ દ્વારા વેપારીને બ્લેક્મેઇલિંગ કરવાની શરૂઆત કરવામાં આવે છે. જેમાં વેપારી અને મહિલાના વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી સીલસીલાબદ્ધ રીતે રૂપિયા ખંખેરી લેવામાં આવે છે.
આજથી અગિયાર મહિના આગાઉ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અને જવેલર્સના શો-રૂમના માલિકની દુકાને એક દિવસ અચાનક એક સ્વરૂપવાન મહિલા આવે છે, અને પોતાની સોનાની બુટ્ટી ગીરવે મુકે છે અંને તેના બદલામ રૂપિયા 7000 લઇ જાય છે. એક મહિના બાદ ફરી વખત આ મહિલા જવેલર્સની દુકાને આવે છે અને પોતે શિક્ષિકા છે અને પગાર થયો નથી તેમ કહીને જવલેર્સ પાસેથી ઉછીના બીજા 7000 રૂપિયા આપોને પગાર આવશે ત્યારે પાછા આપી દઈશ કહીને આ શાતીર સ્વરૂપવાન મહિલા શિક્ષિકાએ પોતાનો નંબર પણ વેપારીને આપ્યો અને પછી તો વેપારી અને મહિલા વચ્ચે રાતોની રાતો મેસેજ અને કોલ દ્વારા થવા લાગી. આ મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થઇ ગઈ આખરે આ મહિલા સાથે વેપારીની ગેસ્ટ હાઉસમાં પણ મુલાકાતો વધવા લાગી હતી પરંતુ વેપારીને તો સપને પણ ખ્યાલ નહતો કે આ તમામ બાબતનો રેકોર્ડિંગ થઇ રહ્યું છે.
સ્વરૂપવાન મહિલા શિક્ષિકાએ વેપારીને ધમકી આપી
ગુજરાતીમાં એક કહેવત છે ને કે, "પાપ હંમેશા છાપરે ચઢીને પોકારતું જ હોય છે અને આવું જ કઈક થયું જવેલર્સના વેપારી સાથે. મહિલા શિક્ષિકાની ઓળખ આપનારી આ સ્વરૂપવાન મહિલા અને વેપારીની વધતી જતી ગેસ્ટ હાઉસની મુલાકાતો બાદ અચાનક એક દિવસ આ મહિલા દુકાને ચઢી આવી અને વેપારીને કહ્યું કે, હું પ્રેગનેન્ટ છું મારે 50,000 રૂપિયા જોઈએ છે. ઉપરાંત આ મહિલાએ વેપારીને ધમકી પણ આપી કે, જો તેની સાથે લગ્ન નહીં કરે તો પોતે આપઘાત કરી લેશે, અને ખોટા કેસમાં ફસાવી દઈશ. આ શબ્દો સાંભળીને તો વેપારીના પગ નીચેથી જમીન જ હલી ગઈ હતી કારણ કે, જે મહિલાને તે પ્રેમ કરતો હતો તે જ વ્યક્તિના મોઢેથી નીકળેલા આ પ્રકારના શબ્દોથી વેપારી આઘાતમાં સરી પડ્યો હતો સાથે ચિંતાતુર પણ થઇ ગયો હતો.
એક અજાણ્યા નંબર પરથી આવેલો કોલ અને મેસેજે વેપારીનો પરસેવો છોડાવી દીધો
જવલેર્સના માલિક અને મહિલાની હોટલના માલિકના પ્રેમ સબંધોમાં જાણે કે વિક્ષેપ પડ્યો હોય તેમાં એક દિવસ આ વેપારીના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવે અને આમ માંગણીને વેપારી દ્વારા શરૂઆતમાં નકારવામાં આવી પરંતુ બાદમાં કોલ કરનારી વ્યક્તિએ સામે છેડેથી જે કહ્યું કદાચ તે સાંભળીને વેપારીના હોશકોશ ઉડી ગયા હતા. ચાલુ ફોને વેપારીના મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ કર્યો હતો જેમા તેના અને મહિલાના કેટલાક અંગત ફોટોગ્રાફ્સ હતા અને આ ફોટા જોતાની સાથે જ વેપારીએ શરણાગતિ સ્વીકારી દીધી અને કોલ કરનારી વ્યક્તિની માંગણીને વશ થઇ ગયો હતો. અને રૂપિયા 6 લાખ વેપારીએ કોલ કરનારને આપી દીધા હતા. થોડા દિવસો બાદ ફરી એક વખત એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામે છેડેથી ફોટા અને વિડીયો વેપારીની મહિલાને મોકલી આપવાની અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને બીજા રૂપિયા 3 લાખની માંગણી કરવામાં આવી હતી. આખરે કંટાળેલા વેપારીએ પોતાની પત્નીને સમગ્ર બનાવ અંગેની જાણ કરી અને આખરે વેપારીની પત્નીએ સાથ આપતા વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત બે અજાણ્યા નંબર ધારકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
Advertisement
Tags :
Advertisement

.