Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો, રાજવીઓએ કહ્યું- જો સરદાર સાહેબ ના હોત તો આજે ભારત અંખડ ના હોત...

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધાર્મિક અને...
07:33 PM Oct 31, 2023 IST | Dhruv Parmar

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધાર્મિક અને સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના CM સહિત તમામ મોટા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રાજવી સાથે ખાસ વાતચીત કરી હતી.

1. યુવરાજ યશપાલસિંહજી દેસાઈ, પાટડી સ્ટેટ

વિશ્વમાં પાટીદારનું આ એક માત્ર સ્ટેટ છે પાટડી. આ સ્ટેટ અમદાવાદથી 90 કિલોમીટર દૂર આવેલું છે. મારા વડવાઓએ દીકરીઓના ભણતર માટે ખુવ મહત્વના કામો કર્યા છે અને એ વખતમાં પણ અમારે ત્યાં રાત્રે લાઈટોની વ્યવસ્થા હતી. અમારા સ્ટેટમાં ગુજરાતી અને ઈંગ્લીશ એમ બે સ્કૂલો પણ હતી. અમારા વડવાઓએ લગ્નો અને રિવાજોમાં પણ અનેક ફેફ્રારો કર્યા છે જેવા કે, લગ્નમાં ખોટા ખર્ચા ન થાય અને દેખાડો બંધ થાય અને સાદગીથી લોકો લગ્ન કરવા પ્રેરાય તેવા અનેક કર્યો કર્યા હતા. ત્યાર બાદ તેમણે વધુમાં કહ્યું કે, અખંડ ભારતના નિર્માણ માટે અમારા વડવાઓ સરદાર પટેલ સાથે ઉભા રહ્યા હતા અને એમણે અમારો સાથ આપ્યો એટલે અમે આ સમારોહમાં હાજરી આપી છે. પાટીદાર સમજે આ ખૂબ સુંદર કામ કર્યું છે. અમને ખૂબ આનંદ છે અને અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો અભાર માનીએ છીએ કે તેમણે અમારું સન્માન કર્યું.

2. પૃથ્વીરાજસિંહ, થરા, બનાસકાંઠા

પૃથ્વીરાજસિંહના દાદા વજેરાજસિંહે અંખડ ભારત માટે અમારું સ્ટેટ સરદાર પટેલજીને સોંપ્યું હતું. અત્યારે અમે અમારા સ્ટેટમાં દરેક સુખ, દુઃખમાં પ્રજાની સાથે હોઈએ છીએ અને અમે પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ અને વર્ષો પછી કોઈ અમને આ રીતે યાદ કર્યા અને સન્માન કર્યું. PM મોદીએ ભારતને વૈશ્વિક રીતે આગળ ધપાવ્યું છે એ બદલ અમે ખુશ છીએ. PM મોદીએ જ્યારે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું ત્યારે પણ રાજવીઓને યાદ કર્યા હતા. અને ત્યાં આગળ તમામ રાજવીઓનું લીસ્ટ પર મુકવામાં આવ્યું છે. મારા સ્ટેટમાં આજે પણ અમને ખૂબ પ્રેમ કરે છે અને અત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ છું. મારા પિતા અને કાકા બિનહરીફ સરપંચ ચૂંટાતા હતા અને મારા મોટા ભાઈ પણ નગરપાલિકાના ત્રણ ટર્મથી પ્રમુખ હતા. લોકોની ચાહનાથી આજે પણ અમે લોકોના સુખાકારીનું કામ કરી રહ્યા છીએ.

3. કૃષ્ણકુમારસિંહજી, ગાબટ, સાબરકાંઠા

કૃષ્ણકુમારસિંહજીનું કહેવું છે કે, આજે પણ વું લાગે છે કે સરદાર પટેલ જીવંત છે અને તેથી દતેક સ્ટેટનું સન્માન થઇ રહ્યું છે. સરદાર સાહેબે અમારા વડવાઓને સમજાવીને અખંડ ભારત બનાવ્યું હતું. જો સરદાર સાહેબ ના હોત તો દેશની અખંડિતતા અખંડિત થઇ ગઈ હોત. અને અખંડ ભારતનો શ્રેય સરદાર સાહેબને જાય છે. PM મોદી માટે મને આદરભાવ છે. કારણ કે સરદાર સાહેબને નામ સન્માન આપવાનો શ્રેય તેમને જાય છે. અમારું ગાબટ સ્ટેટ 4th ક્લાસનું સ્ટેટ હતું. મારા દાદા ઇગ્લેન્ડ અભય કરીને ભારત પરત આવ્યા ત્યારે તેમને એમ થયું કે મારા સંતાનો પણ વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ ભણવા જોઈએ તો આપનું કલ્ચર સચવાશે. ભારતને સાચવવા માટે વડવાઓએ બલિદાન આપ્યા છે. તેમનું ઋણ ચૂકવી ન શકાય. વડવાઓએ ભારતને અખંડ રાખવા એમના સ્ટેટનો ત્યાગ કર્યો તે અમારા માટે ગૌરવની વાત છે. અત્યારે પણ પ્રજા વત્સલ કામ માટે હું અને મારો પરિવાર 24 કલાક તત્પર હોઈએ છીએ. સરદાર સાહેબે એકત્રીકરણનું ઉમદા કામ કર્યું હતું અને જો સરદાર ના હોતતો ભારત ના હોત.

4. રાજમાતા ઉર્વશીદેવી, દેવગઢ બારિયા

મને બહુ સારું લાગ્યું કે ઘણા સમય પછી જેમણે પોતાની સંપતિ દેશને આપી દીધી તેમને આજે યાદ કરવામાં આવ્યા છે. હું આયોજકોને અભિનંદન આપું છું. આજની યુવા પેઢીને કદાચ એ ઈતિહાસ ખબર નહીં હોય. આજે અહીં જે હજારો યુવાનો આવ્યા છે તેમને ઈતિહાસની જાણ થશે. આજે કોઈ પોતાની બે એકર જમીન પણ આપતું નથી. તો આજે અમારા પૂર્વજોએ જે કર્યું તેમનું સન્માન થયું છે. મને હંમેશા મારા પરિવારમાંથી સલાહ મળી હતી કે તારો જન્મ આ કુટુંબમાં થયો છે તો હંમેશા લોકોની સેવા કરવી. અને તેથી જ હું રાજકારણમાં આવી હતી અને પંદર વર્ષ મંત્રી રહી અને મને મારા વિસ્તારમાં ઘણા કામો કરવાની તક મળી તેનો મને સંતોષ છે. જે 70 વર્ષમાં ભારતમાં થયું નથી તે PM મોદી આજે કરી રહ્યા છે. અમે યુવા પેઢીને હેરીટેજ ઈતિહાસમાં રસ જાગે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ. હું મંત્રી હતી ત્યારે દર દશેરાએ ગ્રામ્ય રમતોનું આયોજન કરવમાં આવતું હતું ત્યારથી તે હજુ પણ ચાલુ છે.

5. મહારાજા રિદ્ધિરાજસિંહ, દાંતા સ્ટેટ, અંબાજી

મને આનંદ છે કે, આટલા વર્ષો પછી પ્રજા સામે અમને મન સન્માન પ્રાપ્ત થયું છે. સરદાર પટેલે જે કર્યું હતું તે આજે ફરીથી થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મારા સ્ટેટમાં અંબાજી મંદિર આવેલું છે. મારા પૂર્વજો 850 વર્ષથી મા અંબાની પૂજા કરી રહ્યા છે. હું 142મી પેઢી છું. મા ઉમાના કારણે જ દાંતા સ્ટેટ છે અને તેથી મા ઉમા સાથે અમે જોડાયેલા છીએ. દાંતામાં હમણાં જ પ્રાઈમરી સ્કૂલની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અમે અમારા સ્ટેટમાં ઘણી સ્કૂલોનું નિર્માણ કર્યું છે અને પ્રજાને લગતી કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ કરીએ છીએ. ભારત હવે ફરીથી "સોને કી ચીડિયા" બનવા તરફ જઈ રહ્યું છે. દાંતાનો રાણા માતાજીનો પૂજારી ગણાય છે. પાટીદાર સમાજે અંબાજીમાં વર્ષોથી દાન આપેલું છે અને અમે બધા સમાજને સાથે રાખીને ચાલીએ છીએ.

6. યુવરાજ યશપ્રતાપ જુદેવ, જશપુર સ્ટેટ, છત્તીસગઢ

મને સારું લાગ્યું કે ધાર્મિક મંચ પર 50 વર્ષ પછી બધા એકત્ર થયા છીએ. મારું સ્ટેટ જશપુર છતીસગઢમાં છે અને વર્ષોથી અમારું રાજ્ય હિન્દુત્વના રંગે રંગાયેલું છે. મારા પિતા મિશન ઘર વાપસી ચલાવી રહ્યા છે. અને અન્ય ધર્મોમાં ગયેલા લોકોના પગ ધોઈને તેમને હિન્દુ ધર્મમાં પરત લાવીએ છીએ. જશપુર ઝારખંડ બોર્ડર પર છે જ્યાં નક્સલવાદ, સ્થાનિક રાજકારણ અને ધાર્મિક રીતે ખૂબ સક્રિય છે. પૌરાણિક પ્રથાઓ પણ હજુ પણ અમારે ચાલે છે. દેશમાં ક્યાંય ઇન્દ્ર પૂજા થતી નથી પણ અમારે ત્યાં થાય છે.

7. પદ્મરાજસિંહ જાડેજા, ધ્રોળ, જામનગર

આજનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. ખૂબ મોટું કાર્ય થયું છે. 75 વર્ષમાં પહેલીવાર અમારું સન્માન કરવામાં આવ્યું છે. અમારા પૂર્વજોના બલિદાનનું સન્માન કરાયું છે. મારા દાદાના દાદા હરિસિંહ ખૂબ સારા વહિવટકર્ત્તા હતા. છ્પનીયા દુકાળમાં તેમણે ખજાનો ખૂલ્લો મુકીદીધો હતો અને ચાર વર્ષ સુધી સ્ટેટના તમામ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. તે પોતે પાયમાલ થઇ ગયા પણ પ્રજાને સુખી કરી હતી. PM મોદી અત્યારે જે કરી રહ્યા છે તે ખૂબ સારું કાર્ય છે. કોંગ્રેસે કંઈ જ કર્યું નથી તેવું લાગી રહ્યું છે. મોદીએ છેલ્લા 10 વર્ષમાં જે કર્યું છે તે વખાણવા જેવું છે. આજે નબળા પરિવારના બાળકોન ભણાવી રહ્યો છું.

8. મહારાજ પુષ્પરાજસિંહ રિવા, મધ્ય પ્રદેશ

ગુજરાત મારું મૌશાલ છે. મારી માતા કચ્છના હતા. આજનો કાર્યક્રમ જોતા એવું લાગ્યું કે 'દૂર આએ દુરસ્ત આએ' ભલે 75 વર્ષ લાગ્યા પણ સબળ નેતૃત્વ હોય તો જ આ થઇ શકે. આજે લોકોને ખ્યાલ આવ્યો કે, દેશના વિકાસમાં રાજા રજવાડાઓનો પણ સહયોગ હતો અને આવો કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ છે. મારું સ્ટેટ રિવા ક્યારેય મુઘલો અને અંગ્રેજોની અન્ડર આવ્યું નહતું. અને મારા પરદાદાઓએ તો અમારું સ્ટેટ સ્વતંત્ર જાહેર કર્યું હતું અને અમે એક પણ લડાઈ કર્યા વગર રાજ કર્યું હતું. અમારા રાજવી કાળ દરમિયાન અમારી પણ એક પણ વખત હુમલો થયો નહતો. મારા પૂર્વજો લેખન, કાવ્ય, સાહિત્ય અને સારા વહીવટકર્તા હતા. મહિલાઓનું શિક્ષણ સૌથી પહેલા અમે શરુ કર્યું હતું. 1951 માં મારા પિતાએ પહેલો White Tiger પકડ્યો હતો. વિલીનીકરણ વખતે મારા પિતાએ અમારી તમામ મિલકતો દેશને દાન કરી દીધી હતી. ગ્વાલિયર પછી અમારું સ્ટેટ સૌથી મોટું સ્ટેટ હતું.

9. મહારાજા વિજયરાજસિંહ, ભાવનગર

મારા દાદા કૃષ્ણકુમારસિંહજી સૌથી પહેલા રાજવી હતા જેમણે પોતાનું સ્ટેટ દેશને સમર્પિત કર્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, જેઉં ભાવનગર સ્ટેટ હતું તેવું જ વિકસિત ભારત દેશ બનશે. અમારા રાજ્યમાં દોઢશો વર્ષ પહેલા વીજળી હતી અને વિકાસના કામો થતા હતા. અમને એવું લાગે છે કે, સરદાર પટેલ PM બન્યા હોત તો મારા દાદાનું સ્વપ્ન તે વખતે જ સાકાર થયું હોત. 75 વર્ષ પછી પહેલીવાર આજે રાજવીઓને યાદ કરાયા છે તે અનુભવથી જ ગદગદ થઇ ગયો છું. અત્યારે અમે સામાજિક કર્યો કરીને પ્રજાને મદદ કરી રહ્યા છીએ. બધા એક સંપ થઇ કાર્ય કરીશું તો ભારતને નંબર 1 બનવામાં કોઈ રોકી નહીં શકે. વડાપ્રધાન મોદીનું વિઝન દીર્ઘ છે અને આવા વિઝનવાળા વ્યક્તિ દેશના PM હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : Ahmedabad : CM ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

Tags :
AhmedabadBhupendra PatelCMCR PatilGujaratHindutvaMaharana PratapRoyal FamiliesSardar Vallabhbhai PatelVishv umiya Foundation
Next Article