Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CR Patil : રાજકારણમાં યુવાનોએ જરુર આવવું જોઈએ

CR Patil : ગુજરાતમાં (Gujarat) પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને એક દિવસ માટે સાંસદ બનવાની તક મળી હતી. ગૃહમાં યુવાનો...
03:48 PM Mar 09, 2024 IST | Vipul Pandya
YUVA MP

CR Patil : ગુજરાતમાં (Gujarat) પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ (Yuva MP-2024) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને એક દિવસ માટે સાંસદ બનવાની તક મળી હતી. ગૃહમાં યુવાનો 5 જેટલા અલગ અલગ બિલને રજૂ કરશે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR Patil અને યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા

રાજકારણમાં યુવાનોએ જરૂર આવવું જોઈએ

કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે અહીં ફક્ત આયોજન નહિ પણ સંસદ ભવનમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય એવું આયોજન કરાયું છે. ચૂંટણી લડી સંસદમાં આવતા લોકો કરતાં તમે ઓછા નથી. અત્યાર સુધીના 17 લોકસભા ઇલેક્શનમાં સાડા ત્રણ હજાર સાંસદો અત્યાર સુધી ચૂંટાયા છે. તેમણે કહ્યું કે સમાજની સેવા માટે લોક ઉપયોગી યોજનાનો લાભ લોકો ને મળે એવો પ્રયાસ કરવો જોઈએ. રાજકારણમાં યુવાનોએ જરૂર આવવું જોઈએ. આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા કરીને જ સમાજ સેવામાં આવવું અને લોકો માટે સહાનુભૂતિ હોય તો જ રાજકારણમાં આવવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીમાં જીત જ મળશે એ નક્કી નથી. સંઘર્ષ કરવાની તૈયારી સાથે આવવું. યોજનાની માહિતી મેળવી લોકો સુધી પપહોંચી મદદ કરશો તો વિસ્તારમાં નામ થશે. તેમણે કહ્યું કે પ્રદેશ પ્રમુખ તરીકે અનેક આકરા નિર્ણય કરવાના મારા ભાગે આવ્યા હતા. દરેક લોકો સીધા મોટા હોદ્દા પર પહોંચતા નથી કામ કરતા કરતા આગળ વધતા હોય છે.

સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તે વિષયોની ચર્ચા આજે અહીં થશે

યુવક અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે એક દિવસના સાંસદ બનવા માટે હજારો વિધાર્થીઓ વચ્ચે સ્ફુટીની કરવામાં આવી. 83 યુનિવર્સીટીનું પ્રતિનિદ્ધત્વ આજે યુવાનો કરી રહ્યા છે. સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તે વિષયોની ચર્ચા આજે અહીં થશે. યુનિફોર્મ સિવિલ કોડ, કલમ 370, સહિત ના મુદ્દાઓ પર આજે વિધાર્થીઓ ચર્ચા કરશે.

અજય કશ્યપ યુથ પાર્લામેન્ટમાં એક દિવસના વડાપ્રધાન બન્યા

આજની યુવા સંસદમાં GNLU કોલેજના વિદ્યાર્થી અજય કશ્યપ યુથ પાર્લામેન્ટમાં એક દિવસના વડાપ્રધાન બન્યા હતા જ્યારે
વેદાંત ઠાકર નામનો વિદ્યાર્થી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બન્યા હતા. મારવાડી કોલેજ રાજકોટ નો વિદ્યાર્થી ઓમ સતાણી નામનો વિદ્યાર્થી બન્યો એક દિવસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી. અલગ અલગ વિદ્યાર્થીઓને મંત્રીઓ અને સાંસદોનો રોલ અપાયો હતો.

આ પણ વાંચો-----HARSH SANGHVI : ગાંધીનગરમાં ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમ, હર્ષ સંઘવીએ કહ્યું – એક દિવસના સાંસદ બનવા…

આ પણ વાંચો---GSEB BOARD EXAMS 2024 : પરીક્ષાર્થીઓ સાંભળો…પરીક્ષા સમયે ટ્રાફિકમાં ફસાઓ તો આ હેલ્પલાઇન નં. પર કરો કોલ

આ પણ વાંચો----ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!

Tags :
'Yuva MP-2024'CR PatilGujaratGujarat FirstHarsh Sanghvistate governmentUniversity studentyouth
Next Article