Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : CIDના દરોડા બાદ 20 આંગડિયા પેઢીમાં તાળાં

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ની આંગડિયા પેઢી પર CIDના દરોડા પડ્યા બાદ આંગડિયા પેઢી માલિકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. અમદાવાદની 20 આંગડિયા પેઢી માલિકોએ પેઢીને તાળાં મારી દીધા છે. ઉલ્લેખનિય છે કે ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે તપાસ...
ahmedabad   cidના દરોડા બાદ 20 આંગડિયા પેઢીમાં તાળાં

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ની આંગડિયા પેઢી પર CIDના દરોડા પડ્યા બાદ આંગડિયા પેઢી માલિકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. અમદાવાદની 20 આંગડિયા પેઢી માલિકોએ પેઢીને તાળાં મારી દીધા છે. ઉલ્લેખનિય છે કે ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે તપાસ થઇ રહી છે.

Advertisement

12 આંગડિયા પેઢી પર દરોડા

તાજેતરમાં ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે 12 આંગડિયા પેઢી પર CID અને આયકર વિભાગની ટીમે સાથે મળીને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 15 કરોડ રોકડ રકમ, 75 લાખ વિદેશી રોકડ રકમ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરાયા હતા. આ દરોડા બાદ અમદાવાદમાં આંગડિયા પેઢી માલિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને 20 આંગડિયા પેઢી માલિકાઓએ તાળા મારી દીધા છે.

Advertisement

5 લાખની વિદેશી કરન્સી પણ કબ્જે

ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે થયેલી તપાસમાં અમદાવાદની 11 અને સુરતની 1 પેઢીના ખાતા સીઝ કરાયા હતા. તપાસમાં 18.55 કરોડની રોકડ રકમ કબ્જે કરાઈ હતી અને 75 લાખની વિદેશી કરન્સી પણ કબ્જે કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓેએ 3 લેપટોપ,2 પેન ડ્રાઇવ, 1 મેમેરી કાર્ડ જપ્ત કર્યું હતું.

જપ્ત મુદ્દામાલની ફોરેન્સિક તપાસ

ઉપરાંત 90 મોબાઇલ ફોન, એક કોમપ્યુટર, 1 કિલો ગોલ્ડ પણ કબ્જે કર્યું હતું. જપ્ત મુદ્દામાલની ફોરેન્સિક તપાસ બાદ હકીકતો ખુલશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અંદાજે 100થી આંગડિયા પેઢી છે.

Advertisement

નાણાંની હેરાફેરી

CID અને આયકર વિભાગની ટીમે દરોડા પાડેલી આંગડિયા પેઢીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી થતી હોવાની નોંધ લેવામાં આવી હતી. ત્યારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ CID અને આયકર વિભાગની ટીમે કુલ 25 વિવિધ આંગડિયા પેઢીઓ પર દરોડો પાડ્યા હતા. આ ઓપરેશનમાં કુલ 40 સુરક્ષા અધિકારીઓ સાથે જોડાયેલા હતા.

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ 

આપણ વાંચો-----CID Raid On Angadia firm: રાજ્યની આંગડિયા પેઢીઓ આવી CID અને આયકર વિભાગના રડારમાં

આ પણ વાંચો----SURAT : વાય જંકશન પાસે આંગડિયા પેઢીના ડ્રાઇવર પાસેથી રૂ. 4.40 લાખ ભરેલી બેગ ઝૂંટવી 4 બાઇકસવાર ફરાર

આ પણ વાંચો----Vadodara : પોલીસની ખોટી ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો

Tags :
Advertisement

.