Gondal Angadia News: ગોંડલમાં આંગડિયા પેઢીએ શિકાર કર્યો કારખાના માલિકનો
Gondal Angadia News: ગોંડલમાં જય મા અંબે ટ્રેડીંગ કારખાનાના માલિક પારસભાઈ ગોંડલીયાને આંગડિયા દ્વારા લૂંટવામાં આવ્યા છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના જેતપુર રોડ પર આવેલ રાજનગરમાં રહેતા અને ગોંડલમાં જય મા અંબે ટ્રેડીંગ નામનું કારખાનું ધરાવતાં પારસભાઈ ઘનશ્યામભાઈ ગોંડલીયાએ ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ગોંડલમાં જય મા અંબે ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતાં હોય અને પોતાના ફેસબુકમાં ટ્રસ્ટની જાહેરાત કરી દાન માટેની અપીલ કરતાં હોય છ મહિના પહેલા કચ્છના રફીકભાઈ સાથે વાતચીત થઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજકોટનાં અલ્પાબેન સોનીનો કોન્ટેક નંબર આપ્યો હતો અને તેઓ કંપનીને રોકડા પૈસા બુકીંગ પેટે આપો તો તમને ડબલ કરીને આરટીજીએસ કરાવી આપશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ અલ્પાબેનની સોની સાથે અવારનવાર વાતચીત થઈ હતી. અલ્પાબેન સોનીએ 70 લાખ રૂપિયાનું કંપનીમાં બુકીંગ કરાવશો તો તમને જય મા અંબે ટ્રસ્ટમાં 1.40 કરોડનું દાન પેટે આરટીજીએસ મળી જશે, તેવી વાતચીત કરી હતી.
આ ગેંગની વાતોમાં ભોળવાઈ જઈ ફરિયાદીએ પોતાના મિત્ર પાસેથી એક દિવસ પુરતાં 70 લાખ ઉછીના લીધા હતા. આ રકમ ગઠીયા ગેંગ સાથે થયેલ વાતચીત મુજબ રાજકોટની સોની બજારમાં આવેલ એચ.એમ.આંગડીયા પેઢીમાં 70 લાખ જમા કરાવ્યા હતાં. ત્યારબાદ ફરિયાદીને ટોકન પેટે એક નોટ આપી હતી. બાદમાં તમને બીગ બજાર પાસે સાંજે આરટીજીએસ મળી જશે તેવી વાતચીત કરી હતી. પરંતુ ફરિયાદીને આરટીજીએસનો ચેક નહીં મળતાં આંગડીયા પેઢીમાં સંપર્ક કરી પેમેન્ટ સ્ટોપ કરાવી દીધું હતું.
ભાગદોડ દરમિયાન સાંજ પડી ગઈ હતી અને બીજા દિવસે આ ગઠીયા ગેંગ સામે ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ગોંડલ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી બુકીંગના બહાને કંપનીમાંથી દાન અપાવી દેવાનું કહી ચીટીંગ કરવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ એ.એન.ગાંગણા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
અહેવાલ વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો: PadmaShri Awards : ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને મળશે પદ્મશ્રી, જાણો કોણ છે