Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Smcના 15 ખાણોમાં દરોડા,ખનીજચોરી રૂા.4.34 કરોડની જ!!?

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ૧૫ જેટલી ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા પ્રકરણમાં ખાણ-ખનીજ ખાતા દ્વારા 4.34 કરોડની ખનીજચોરી થઈ હોવાનો રિપોર્ટ પોરબંદર પોલીસને સુપ્રત કર્યો છે. હવે અહીં આ મામલે શહેર અને જિલ્લાની પ્રજામાં એવી ચર્ચા થઈ રહી છે કે, 15-15 ખાણો ગેરકાયદેસર રીતે લાંબા સમય સુધી ધમધમતી રહી અને જ્યાંથી વાહનો અને મશીનો મળીને રુ. 1.37 કરોડàª
smcના 15 ખાણોમાં દરોડા ખનીજચોરી રૂા 4 34 કરોડની જ
પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ૧૫ જેટલી ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા પ્રકરણમાં ખાણ-ખનીજ ખાતા દ્વારા 4.34 કરોડની ખનીજચોરી થઈ હોવાનો રિપોર્ટ પોરબંદર પોલીસને સુપ્રત કર્યો છે. હવે અહીં આ મામલે શહેર અને જિલ્લાની પ્રજામાં એવી ચર્ચા થઈ રહી છે કે, 15-15 ખાણો ગેરકાયદેસર રીતે લાંબા સમય સુધી ધમધમતી રહી અને જ્યાંથી વાહનો અને મશીનો મળીને રુ. 1.37 કરોડનો તો મુદ્દામાલ જપ્ત થયો તે ખાણોમાંથી શું ફક્ત 4.34કરોડની જ ખનીજચોરી થઈ!! શંકાસ્પદ લાગી રહેલી આ બાબતમાં ફરી એકવાર તંત્ર કશુંક છૂપાવીને સમગ્ર મામલાને અગાઉના ખનીજચોરીના અનેક કિસ્સાઓની જેમ જ નબળો પાડી દેવાની તૈયારીમાં લાગી ગયું હોવાની ચર્ચા પણ જનતામાં થઈ રહી છે.
એસ.એમ.સી.ના દરોડાએ સ્થાનિક તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી
કુછડી પંથકમાં ગેરકાયદે પથ્થરની ખાણો પર એસ.એમ.સી.ના દરોડાએ સ્થાનિક તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી અને માપણીની કામગીરી એટલી ત્વરાથી શરુ કરી દીધી હતી કે, એમ લાગ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે. પરંતુ માપણી પૂરી થયા બાદ અચાનક જ આ કામગીરી કરનાર સર્વેયર બિમાર પડી ગયા અને ચાર-ચાર દિવસ સુધી બિમાર રહ્યા બાદ તેમણે સાજા થઈને ગણતરીના કલાકોમાં જ રિપોર્ટ પણ આપી દીધો અને રિપોર્ટમાં બહાર આવી ફક્ત રુ.4.34 કરોડની ખનીજચોરી!??
પોરબંદર પોલીસના હવાલે કર્યો.
આ સમગ્ર ઘટનાક્રમને જરા ચોકસાઈથી જોઈએ તો સૌપ્રથમ તો ખાણ-ખનીજ ખાતાને જાણ કર્યા વિના જ સીધા ગાંધીનગરના આદેશથી સ્ટેટ મોનિટરીંગ સેલે કુછડી પંથકમાં ગેરકાયદે ખાણો પર દરોડા પાડ્યા. એસ.એમ.સી.એ તો તેની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી 33 શખ્સો તથા 1.37 કરોડના વાહનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ પોરબંદર પોલીસના હવાલે કર્યો. પોરબંદર પોલીસે પણ તેની કામગીરી પૂરઝડપે આગળ વધારી અને આ બારામાં ફરાર ખાણ માલિકોની ધરપકડ કરી.
 રૂ.૪.૩૪ કરોડની ખનીજચોરી થઈ હોવાનો ઉલ્લેખ છે
પરંતુ આ સમગ્ર કિસ્સામાં સૌથી મહત્વની બાબત એટલે કે કેટલી રકમની ખનીજચોરી થઈ તે મુદ્દે ખાણ-ખનીજ વિભાગ ઢીલ દાખવી રહ્યું ? હોવાની શહેર અને જિલ્લાભરમાં ચર્ચા ઉઠી.!?  લોકચર્ચા મુજબ આ બધું ચોક્કસ શંકા ઉપજાવે તેવું છે.? તેમાં પણ જે રૂ.૪.૩૪ કરોડની ખનીજચોરી થઈ હોવાનો ઉલ્લેખ છે, તે બાબત ખરેખર શંકાસ્પદ હોવાનું જનતા કહી રહી છે.!! આમ સમગ્ર કિસ્સામાં બધું અગાઉથી જ `સેટ' ? કરીને બેઠેલું જવાબદાર ખાતું અગાઉના ખનીજચોરીના અનેક કિસ્સાઓની જેમ જ આ પ્રકરણને પણ નબળું પાડી દેવા ? તત્પર બન્યું હોય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.