Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rath Yatra ની તૈયારીઓનો આખરી ઓપ, AMTS અને BRTSના આ રૂટ રહેશે બંધ

Lord Jagannath Rath Yatra: અમદાવાદ માટે કાલનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. કાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈને ભક્તોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ...
11:02 PM Jul 06, 2024 IST | VIMAL PRAJAPATI
Lord Jagannath Rath Yatra

Lord Jagannath Rath Yatra: અમદાવાદ માટે કાલનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. કાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈને ભક્તોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મળતી વિગતો પ્રમામે કાલે AMTS દ્વારા કેટલાક રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, AMTS ના 10 રૂટ બંધ અને તો 71 રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

BRTSના 32 બસ સ્ટેન્ડ બંધ રાખવામાં આવશે

વિગતે વાત કરવામાં આવે તો, BRTSના 4 રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે (07-07-2024) BRTSના 32 બસ સ્ટેન્ડ બંધ રાખવામાં આવશે. નોંધનીય છે કે, AMTS દ્વારા 6 બસ રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે, તો સાથે સાથે 10 બસ રૂટને બંધ રાખવામાં આવ્યા છે. ઓન રોડ બસના રૂટની વાત કરવામાં આવે તો તેની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે.

શહેરમાં રથયાત્રાને લઈને પ્રજાજોગ સંદેશ

AMTS અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો

આ સાથે મેટ્રોની વાત કરવામાં આવે તો તેના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેટ્રોના તમામ રૂય યથાવત અને રાબેતી મુજબ ચાલું રહેશે. ખાસ કરીને AMTS અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કારણે કે, AMTS અને BRTSના કેટલાક રૂટ રથયાત્રાની વચ્ચે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તકેદારીના ભાગ રૂપે ફેરફાર કરવામાં આવ્યો છે.

Tags :
AhmedabadAhmedabad NewsBhagwan Jagannath Rath Yatrabhagwan Jagannath Rath Yatra 2024Jagannath Rath YatraJagannath Rath Yatra 2024Lord JagannathLord Jagannath Rath YatraRath YatraRath Yatra 2024Rath Yatra AMTS RuteRath Yatra News
Next Article