Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jagannath Rath Yatra : PM મોદીએ દેશવાસીઓને રથયાત્રાની પાઠવી શુભેચ્છા

Jagannath Rath Yatra : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(draupadi murmu)એ ભગવાન જગન્નાથની રથયાત્રા(Jagannath Rath Yatra)ના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સ્વસ્થ જીવન અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. આજે ઓડિશાના પુરી સહિત દેશના...
jagannath rath yatra   pm મોદીએ દેશવાસીઓને રથયાત્રાની પાઠવી શુભેચ્છા

Jagannath Rath Yatra : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(draupadi murmu)એ ભગવાન જગન્નાથની રથયાત્રા(Jagannath Rath Yatra)ના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સ્વસ્થ જીવન અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. આજે ઓડિશાના પુરી સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. અમદાવાદની રથયાત્રા ખુબ લોકપ્રિય છે. પવિત્ર રથયાત્રા બદલ અભિનંદન. અમે મહાપ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર વરસતા રહે.

Advertisement

PM મોદીએ  રથયાત્રાની શુભેચ્છા પાઠવી

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રથયાત્રાની શુભેચ્છા પાઠવી

Advertisement

ઓરિસ્સાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે. આ ભવ્ય પ્રસંગ દર વર્ષે અષાઢ માસમાં શુક્લ પક્ષની બીજી તિથિથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દ્વિતિયાથી દશમી તિથિ સુધી સામાન્ય લોકોમાં રહે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર બેસીને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે. જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.

આ દિવસે પુરી શહેર ભક્તિ અને ઉત્સાહથી તરબોળ જોવા મળે છે

આ દિવસે પુરી શહેર ભક્તિ અને ઉત્સાહથી ભરાઈ જાય છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા અને રથયાત્રામાં ભાગ લેવા લાખો ભક્તો પુરી પહોંચે છે. રથયાત્રામાં ભક્તો પોતાની શક્તિથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ ખેંચે છે. આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને લાગણીશીલ બનાવી જાય છે.

રથયાત્રાનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તેનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ છે

આ રથયાત્રાનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તેનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ છે. આ યાત્રા સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. તે ભગવાન જગન્નાથના આશીર્વાદનું પ્રતીક છે અને એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેનારા તમામ ભક્તો પર તેમના આશીર્વાદ રહે છે.

આ પણ  વાંચો - Rathyatra : ભગવાન જગન્નાથની રથયાત્રાનો જુઓ અદભુત ડ્રોન નજારો

આ પણ  વાંચો - Rathyatra2024: CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

આ પણ  વાંચો - Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

Tags :
Advertisement

.