Vadodra: આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં ફફડાટ, યાત્રાએ જવું કે નહી ?
- કાશ્મીરના આંતકવાદી હુમલા બાદ ટુરિઝમને કમરતોડ ફટકો
- કાશ્મીર સાથે અમરનાથ યાત્રાની 100 બસ કેન્સલ થશે
- ટ્રાવેલ્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા નથી માગતા
- બુકિંગ કરાવનારનો કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ કરવાની ટ્રાવેલર્સની તૈયારી
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) નાં પહેલગાવમાં આતંકવાદી હુમલા(Pahalgaon Terror Attack) બાદ ટુરિઝમ (Tourism) ને મોટો ફટકો પડ્યો છે. જમ્મુ-કાશ્મીર ( (Jammu Kashmir) ) માટે લોકોએ કરાવેલ બુકિંગ હવે મુસાફરો તેમજ યાત્રીકો રદ્દ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સાથે અમરનાથ યાત્રીની પણ 100 લકઝરી બસો કેન્સલ થશે. જેમ ટ્રાવેલ્સ એજન્ટ (travels agent) દ્વારા જણાવ્યું હતું. એક પણ બસ અમરનાથ (amarnath yatra) નહી જાય.
ટ્રાવેલ્સ એસોસિએશન હાલ કોઈ જોખમ લેવા માંગતા નથી
બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો ટૂર ઉપાડશે. ટ્રાવેલ્સ એસોસિએશન (travels association) હાલ કોઈ જોખમ લેવા માંગતા નથી. તેમજ ટુરિઝમ પર નભતા હજારો લોકોની રોજગારી છીનવાઈ છે. ટ્રાવેલ્સ ઓફીસ બોય થી લઈ મોટી હોટલ સુધીના લોકોની રોજગારી છીનવાઈ છે. બુકિંગ કરાવનાર લોકો હવે બુકિંગ રદ્દ કરી રહ્યા છે. ટ્રાવેલ્સ એજન્ટો કોઈ પણ ચાર્જ કાપ્યા વગર રિફંડ કરવાની તૈયારીઓ પણ દર્શાવી છે.
સરકાર તરફથી સિક્યુરીટી આપવામાં આવે તેવી માંગઃએસ.એસ.ગાંધી (ગાંધી ટ્રાવેલ્સ)
આ બાબતે વડોદરાની ગાંધી ટ્રાવેલ્સ (Gandhi Travels) નાં એસ.એસ.ગાંધીએ જણાવ્યું હતું કે, હવે ત્યાં જવાય એવું નથી તેવો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા કોઈ ઠોક કમિટમેન્ટ ન મળે તેમજ ગાઈડ લાઈન અને એસઓપી ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ ત્યાં જવાનું વિચારી રહ્યા છે. અમરનાથ યાત્રા વખતે જેમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં વધારો કરવામાં આવે છે. તેમજ સિક્યુરીટી આપવામાં આવે છે. જો સરકાર તરફથી વધારાની સિક્યુરીટી આપવામાં આવે તે બાદ જ લોકો જવાનું વિચારશે.
આ પણ વાંચોઃ Ahmedabad: સાઉથ બોપલમાં કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા, રાત્રિના સમયે બની હતી ઘટના
જે રીતે ગોળી મારવામાં આવી છે તે જોઈને....: કૈલાશ સૂર્યવંશી (બુકિંગ કેન્સલ કરાવનાર)
આ બાબતે બુકિંગ કેન્સલ કરાવનાર કૈલાશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, તા. 22 ના રોજ જે દુર્ઘટના સર્જાવા પામી હતી. તેના લીધે આજે પ્રવાસ માટે જે બુકીંગ કરવામાં આવી હતી જે ટીકીટ અમે કેન્સલ કરી છે. ટીવી તેમજ અન્ય માધ્યમો દ્વારા સમાચાર સાંભળ્યા બાદ અમે નક્કી કર્યું છે કે અમે આ પ્રવાસ રદ્દ કરીએ છીએ. પહેલગામમાં હુમલાનાં સમાચાર સાંભળ્યા બાદ પરિવારજનો તેમજ બાળકોને એટલો ડર લાગી રહ્યો છે કે, લોકોને જે રીતે ગોળી મારવામાં આવી જે લોકો મરી ગયા છે તે જોઈને જ ડર લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃ Vadodra: પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં, વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ