ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FBI : નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકીના 26ની CBI એ કરી ધરપકડ

FBI : અમેરિકન નાગરિકોને કોલ કરીને છેતરવાનો કાળો ધંધો ગુજરાતમાં લગભગ બે દસકા અગાઉ શરૂ થયો હતો. ગેરકાયદે કોલ સેન્ટર માટે બદનામ અમદાવાદ શહેર (Ahemdabad City) માં અનેક કેસ નોંધાયા અને આટોપી લેવાયા છે. કોલ સેન્ટરના બેનંબરના ધંધામાં અનેક...
07:47 PM Sep 30, 2024 IST | Bankim Patel
People from Gujarat involved in fake call centre scam
FBI : અમેરિકન નાગરિકોને કોલ કરીને છેતરવાનો કાળો ધંધો ગુજરાતમાં લગભગ બે દસકા અગાઉ શરૂ થયો હતો. ગેરકાયદે કોલ સેન્ટર માટે બદનામ અમદાવાદ શહેર (Ahemdabad City) માં અનેક કેસ નોંધાયા અને આટોપી લેવાયા છે. કોલ સેન્ટરના બેનંબરના ધંધામાં અનેક પોલીસ અધિકારીઓ અને ભાજપ-કૉંગ્રેસના નેતાઓએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે. અમેરિકાની એજન્સી Federal Bureau of Investigationion ને વર્ષોથી ઉઠા ભણાવવાનો ધંધો ખાખી અને ખાદીધારીઓ કરી રહ્યાં છે. CBI Operatin Chakra 3 ના ભાગરૂપે  અમદાવાદ સહિત દેશભરમાં પાડવામાં આવેલા દરોડામાં કેટલાંની થઈ ધરપકડ અને કેટલો મુદ્દામાલ કબજે લેવાયો. વાંચો આ અહેલાલ...

શું છે CBI નું ઑપરેશન ચક્ર-3 ?

FBI US અને Interpol સહિત અન્ય આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓના સહયોગથી Operation Chakra-III ચલાવવામાં આવી રહ્યું છે. FBI દ્ધારા અપાતી માહિતીના આધારે Central Bureau of Investigation આ ઑપરેશન ચક્ર-3 ચલાવી રહી છે. બોગસ કોલ સેન્ટર, સાયબર ક્રાઈમ (Cyber Crime) જેવા આર્થિક ગુનાઓને કાબૂમાં લેવા તેમજ તેના સૂત્રધારો સુધી પહોંચી નાણાકીય વ્યવહારો અને હવાલા જાણવા માટે આ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. સીબીઆઈ Scam Call નેટવર્કને તોડવા માટે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટીગેશન (HSI US) સતત સંપર્કમાં રહે છે.

અમદાવાદ સહિત ક્યાં-ક્યાં પડ્યા દરોડા

CBI Operation Chakra 3 ના ભાગરૂપે ગત 26 સપ્ટેમ્બરના અમદાવાદ સહિત દેશના ચાર શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, પૂણે (Pune) હૈદરાબાદ (Hyderabad) અને વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં જુદાજુદા 32 સ્થળોએ Team CBI ત્રાટકી હતી. પૂણેમાંથી 2 અને હૈદરાબાદ-વિશાખાપટ્ટનમ ખાતેથી 1-1 બોગસ કોલ સેન્ટર મળી આવ્યા છે. બોગસ કોલ સેન્ટર (Bogus Call Centre) ખાતેથી પકડાયેલા કોલર સહિતના સ્ટાફ મેમ્બરની CBI પૂછપરછ કરી રહી છે.

આ પણ  વાંચો -Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!

કેવી રીતે અમેરિકન નાગરિકોને લૂંટી લેવાય છે ?

અમેરિકાની FBI છેલ્લાં કેટલાય વર્ષોથી તેમના નાગરિકોને છેતરી રહેલી ઠગ ટોળકી સામે કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. ભારતમાં ચાલતા નકલી કોલ સેન્ટર (Fake Call Centre) માં બેસેલા ગઠીયાઓ યેનકેન પ્રકારે વર્ષોથી કરોડો ડૉલર લૂંટી ચૂક્યાં છે. ભોગ બનનારાઓમાં ભારતીય મૂળના લોકો પણ સામેલ છે. ઠગ ટોળકીએ મેળવેલા ડેટાના આધારે અમેરિકન નાગરિકો (American Citizens) ની સિસ્ટમ હેક કરીને તેમની ઓળખ સહિતની માહિતી ચોરી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરવામાં આવેલા શિકાર (વ્યક્તિ) ને અમેરિકન નંબરથી ફોન પર સંપર્ક કરાય છે. 'તમારા બેંક એકાઉન્ટમાં મોટી રકમની ગેરકાયદેસર લેવડદેવડ થાય છે' તેમ કહીને કોલ સેન્ટરનો કોલર અમેરિકન નાગરિકને ડરાવે છે. તમે એજન્સીના રડારમાં છો તેમ કહીને ઠગે આપેલા બેંક એકાઉન્ટમાં ડૉલર ટ્રાન્સફર કરાવવામાં આવે છે અથવા તો ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટો કરન્સી (Crypto Currency) ધમકાવીને મેળવી લે છે.
આ પણ  વાંચો -ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

CBI ના દરોડામાં લાખોની રોકડ, કરોડોના હિસાબ મળ્યા

સીબીઆઈના દરોડા (CBI Raid) માં સંખ્યાબંધ મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ઇલેકટ્રોનિક ડીવાઈસ સહિત 951 ચીજવસ્તુઓ કબજે લેવાઈ છે. આ ઉપરાંત 58.45 લાખ રૂપિયાની રોકડ અને ત્રણ લકઝુરિયસ કાર પણ કબજે કરવામાં આવી છે. કેટલાંક લૉકરની ચાવીઓ પણ મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર લાંબા સમયથી ચાલતા નકલી કોલ સેન્ટરોમાંથી તેમજ અન્ય આરોપીઓ પાસેથી મળેલા ડીવાઈસ આધારે કરોડો રૂપિયાના હિસાબ સામે આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટર ચલાવતી ટોળકીઓ US Citizens ને છેતરીને મહિને દહાડે લાખો ડૉલર ખંખેરી હવાલા રેકેટ (Hawala Racket) અને ક્રિપ્ટો થકી નાણા ભારતમાં લાવે છે.

Tags :
American CitizensBankim PatelBogus Call CentreCBI Operation Chakra 3CBI raidcentral bureau of investigationCrypto Currencycyber crimeFake Call CentreFBIFBI USGujarat FirstHawala RacketHSI USHyderabadInterpolJournalist BankimPuneScam CallTeam CBIUS citizensVisakhapatnam
Next Article