Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Iskcon Bridge Accident : પિતા-પુત્રને કાયદાનું ભાન કરાવાશે : હર્ષ સંઘવી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. જ્યા એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે ટ્વીટ મારફતે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને આર્થિક...
01:07 PM Jul 20, 2023 IST | Hardik Shah

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત બાદ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. જ્યા એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે ટ્વીટ મારફતે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું 

અમદાવાદમાં ગઈકાલે રાત્રે થયેલા દુ:ખદ માર્ગ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું અને તૂટી પણ ગયો. અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો સાથે મારી પ્રાર્થના પણ પોલીસ અને સરકાર ઘાયલ થયેલા લોકોની સારવાર માટે જરૂરી તમામ પગલાં લઈ રહી છે. બે પોલીસકર્મીઓએ પણ આમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમની અને તેમના પરિવાર સાથે મારી પ્રાર્થના અને સંવેદનાઓ.

હર્ષ સંઘવીએ કહ્યું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે કડક પગલાં ભરવા સૂચના આપી દીધી છે.  તેમણે આગળ કહ્યું કે, વૈજ્ઞાનિક ઢબે, RTO સહિતના વિભાગોને કાર્યવાહીની સૂચના આપી છે. હર્ષ સંઘવીએ મૃતકોના પરિજનો પ્રત્યે સાંત્વના પાઠવી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, ખુબ જ દુઃખની વાત છે કે, અમદાવાદના 17 વર્ષના યુવાન તથ્ય પટેલ પોતાના મોજશોખમાં મિત્રો સાથે ગાડીમાં રાહદારી માટે બનાવેલો રોડ રેસિંગટ્રેકની જેમ આ લોકો પર ગાડી ફેરવી 9 જેટલા લોકો મૃત્યું પામ્યા છે. તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલની સારવાર ચાલી રહી છે. ડોક્ટર મંજુરી આપશે એટલે તેને અરેસ્ટ કરવામાાં આવશે. તેના સિવાય તેના પિતા જેમનો ગુનાહિત ઈતિહાસ છે તેમના પર સ્થળ પર જઈ સામાન્ય નાગરિકો સાથે માથાકુટ કરી ધમકી આપવાનો ગુનો દાખલ થશે. જે પણ આ ઘટના સાથે જોડાયેલા છે અને ગાડીમાં મુસાફરી કરતા યુવાનોની શોધખોળ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હોસ્પિટલ જઈને હતભાગી પરિવારને મળ્યો, સોલા પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓને મળ્યો. સિનીયર અધિકારીઓની બેઠકમાં મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહીની સૂચના આપી છે. તેમણે આગળ કહ્યું કે, આ રાજ્યના દિકરા તરીકે મારી સૌ પરિવારજનોને બે હાથ જોડીને વિનંતિ છે કે તમે ભલે સક્ષમ હોય તમે બાળકોને સારી ગાડી અપાવો પરંતુ તેને સાથે માર્ગમાં ગાડીઓ રેસિંગ ટ્રેકની જેમ ગાડી ચલાવતા પણ અટકાવો, આપણે સંવેદનશીલ બનવું જરૂરી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, સ્પેશયલ પીપીની નિમણૂંક સાંજ સુધી કરાવી એક સપ્તાહમાં ચાર્જશીટ કરાશે. કેસને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરાશે. પિતા પુત્રને કાયદાનું ભાન કરાવાશે. તેમણે તથ્યના વકીલને લઇને કહ્યું કે, મને દુઃખ છે કે એ વકીલ પાસે વકીલાતની ડિગ્રી છે.

મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી

ગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ મૃતકોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી. તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. CM એ ટ્વિટર પર લખ્યું, "અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલો અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોની ઝડપથી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને તેમના પરિવારજનોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાત પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે 1.15 કલાકે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હિટ એન્ડ રનમાં સામેલ જેગુઆર કારના ડ્રાઈવર તથ્ય પટેલને પણ ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઈસ્કોન મંદિર પાસે આવેલ ફ્લાયઓવર હાલ હંગામી ધોરણે બંધ છે.

કેવી રીતે બની ઘટના?

સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કે.વાય. વ્યાસે જણાવ્યું હતું કે, “રાત્રે લગભગ 1 વાગ્યે એસ.જી. હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર એક વાહન (SUV) એક ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિકને નિયંત્રિત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. શું થયું છે તે જોવા માટે અન્ય ઘણા લોકો પણ જિજ્ઞાસાથી સ્થળ પર એકઠા થયા હતા. "જ્યારે તેઓ પુલ પર ઉભા હતા, ત્યારે એક ઝડપી જેગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ચાર અન્ય લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લગભગ 10 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” અધિકારીએ જણાવ્યું કે કારના ડ્રાઈવર તથ્ય પટેલને પણ ઈજાઓ થઈ હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસયુવી કારે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી, જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. પાછળથી આવી રહેલી લક્ઝરી કાર, જેની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, તેણે ત્યાં એકઠા થયેલા લોકોને કચડી નાખ્યા. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત

આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad NewsCM Bhupendra PatelDeathHM Harsh SanghaviInjurediskcon bridgeiskcon bridge accidentiskcon bridge road accident
Next Article