DY Chandrachud એ પોતાના યુવા દેખાવા પાછળનું કારણ વકીલોને જણાવ્યું!
- DY Chandrachud એ શરૂઆતી દિવસોને યાદ કર્યા
- અને મને આ દિવસ સંપૂર્ણ જીવન સુધી યાદ રહેશે
- જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હંમેશા નિષ્પક્ષતાથી કામ કર્યું છે
farewell for CJI DY Chandrachud : DY Chandrachud એ આજરોજ સુપ્રીમ કોર્ટમાં તેમનો અંતિમ નિર્ણય સંભાળવ્યો હતો. તેની સાથે આજરોજથી DY Chandrachud નો દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સંજીવ ખન્ના જોવા મળશે. પરંતુ DY Chandrachud ને સુપ્રીમ કોર્ટમાં જ્યારે તેઓ 7 ન્યાયાધીશની પીઠ સાથે હાજર હતાં. ત્યારે સુનાવણીના અંતે તેમને વિવિધ વકીલો દ્વાર અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
DY Chandrachud એ શરૂઆતી દિવસોને યાદ કર્યા
DY Chandrachud એ પોતાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાં હાથ જોડી અને શીશ નમન કરીને તમામને સંબોધતા કહ્યું હતું કે, જો મારા કાર્યકાળ દરમિયાન મારાથી કોઈ ભૂલ થઈ હોય, તો મને માફ કરજો. ત્યારે DY Chandrachud ના સન્માનમાં સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવી અને કપિલ સિબ્બલે ભાષણ આપ્યું હતું. ત્યારે વકીલ અભિષેક મનુ સિંધવીએ DY Chandrachud ને પૂછ્યું હતું કે, તમારા યુવા હોવાની પાછળ શું કારણ છૂપાયેલું છે?
આ પણ વાંચો: હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા DY Chandrachud એ...
Supreme Court Bar Association holds farewell for CJI DY Chandrachud #SupremeCourtofIndia pic.twitter.com/DWxNTpzYBt
— Bar and Bench (@barandbench) November 8, 2024
અને મને આ દિવસ સંપૂર્ણ જીવન સુધી યાદ રહેશે
ત્યારે DY Chandrachud એ ન્યાયાલમાં પોતાના શરૂઆતી દિવસોને યાદ કર્યા હતા. જ્યારે હું નાનો હતો, ત્યારે હું ન્યાયાલયમાં આવ્યો હતો. ત્યારે જો મેં કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, તો હું માફી માગું છું. અને મને આ દિવસ સંપૂર્ણ જીવન સુધી યાદ રહેશે. કારણ કે... અદાલત જ હતી, જેણે મને જીવિત રાખ્યો હતો. એવા લોકો સાથે પણ મુલાકાત થઈ હતી, જેની સાથે મારે ક્યારે પણ મુલાકાત થઈ ન હતી. ત્યારે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું અને હવે, હું અહીંયાથી વિદાય લઈ રહ્યો છું. તમે બધા મારા વિદાય સમારોહમાં આવ્યા તે બદલ હું આભાર વ્યક્ત કરું છું.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હંમેશા નિષ્પક્ષતાથી કામ કર્યું છે
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હંમેશા નિષ્પક્ષતાથી કામ કર્યું છે. તે ક્યારેય કોઈપણ રીતે પક્ષપાત કરતા નહતા. તેમણે કહ્યું કે અમે હંમેશા તમારી સમક્ષ હાજર થઈને આનંદ અનુભવીએ છીએ. તમે ખૂબ જ વિદ્વાન છો અને ન્યાયની વ્યાખ્યા સમજાવતા રહ્યા છો. તમારી સામે અમને ક્યારેય કોઈ પ્રકારનો સંકોચ નહોતો. વકીલ કપિલ સિબ્બલે પણ વખાણ કર્યા અને કહ્યું કે તમારી ધીરજ અમર્યાદિત છે. તેમણે કહ્યું કે મેં આટલી ધીરજ સાથે બીજા ન્યાયાધીશને જોયો નથી.
આ પણ વાંચો: Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ