Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભેજાબાજોએ ગામ લોકો પાસે લાખો પડાવી ગામમાં નકલી બેંક ઉભી કરી!

છેતરપિંડીના ધ્યેયથી એસબીઆઈ બેંકની શાખા ઉભી કરી કર્મચારીઓને નકલી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં પોલીસે સમગ્ર મામલે 3 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો Fake SBI Branch : દેશમાં અવાર-નવાર વિવિધ માધ્યમોથી છેતરપિંડી થઈ હોવાના મામલા સામે આવતા હોય છે....
ભેજાબાજોએ ગામ લોકો પાસે લાખો પડાવી ગામમાં નકલી બેંક ઉભી કરી
  • છેતરપિંડીના ધ્યેયથી એસબીઆઈ બેંકની શાખા ઉભી કરી
  • કર્મચારીઓને નકલી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં
  • પોલીસે સમગ્ર મામલે 3 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો

Fake SBI Branch : દેશમાં અવાર-નવાર વિવિધ માધ્યમોથી છેતરપિંડી થઈ હોવાના મામલા સામે આવતા હોય છે. તે ઉપરાંત દેશમાં સરકારી શાખાઓમાંથી પણ નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે. તે ઉપરાંત નકલી તબિબો, નકલી પાયલોટ અને વિવિધ નકલી કર્મચારીઓ પણ પોલીસના હાથમાં આવતા હોય છે. જોકે આ પહેલા પણ દેશમાંથી અનેક રાજ્યોમાંથી નકલી બેંકને ઝડપી પાડવામાં આવી છે. ત્યારે વધુ એક રાજ્યમાંથી નકલી બેંકને સીઝ કરવામાં આવી છે.

Advertisement

છેતરપિંડીના ધ્યેયથી એસબીઆઈ બેંકની શાખા ઉભી કરી

છત્તીસગઢના સક્તી જિલ્લામાંથી આ નકલી બેંકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તો સક્તી જિલ્લામાં આવેલા છાપોરા ગામમમાં આ Fake SBI Bank ની શાખા ઉભી કરવામાં આવી હતી. છાપોરા ગામમાં ભેજાબાજોએ છેતરપિંડીના ધ્યેયથી Fake SBI Bank ની શાખા ઉભી કરી હતી. ગામમાં Fake SBI Bank તૈયાર થયા બાદ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા હતાં. તે ઉપરાંત આ Fake SBI Bank માં કામ કરવા માટે ગામ લોકોની પણ નિમણૂક કરવામાં આવી હતી. આ છેતરપિંડી ત્યારે સામે આવી જ્યારે મનોજ અગ્રવાલ નામનો વ્યક્તિ કિયોસ્ક શાખા ખોલવા માટે અરજી કરવા આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: West Bengal : BJP નેતાના ઘરે એક ડઝનથી વધુ ફાયરિંગ, બોમ્બ પણ ફેંકવામાં આવ્યા Video

કર્મચારીઓને નકલી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં

જ્યારે તેણે છાપોરા ગામમાં નકલી એસબીઆઈની શાખા જોઈ તો તેને શંકા ગઈ હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ શાળા અસલી નહીં પણ નકલી છે. આ માહિતી ડાભરા શાખાના અધિકારીઓને આપવામાં આવી હતી. જ્યારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી તો સમગ્ર ગોટાળાની પુષ્ટિ થઈ હતી. આ સમગ્ર મામલાની તપાસમાં સામે આવ્યું છે કે નકલી બેંકની શાખામાં કામ કરતા કર્મચારીઓને નકલી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં. અને તેમને તાલીમના નામે અહીં બેસાડવામાં આવ્યા હતાં.

Advertisement

પોલીસે સમગ્ર મામલે 3 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો

પોલીસે Fake SBI Bank માં દરોડો પાડ્યો ત્યારે બેંક મેનેજર ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન બેંક સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા નથી. પોલીસે કોમ્પ્યુટર સિસ્ટમ અને હાર્ડ ડિસ્ક કબજે કરી છે. તે ઉપરાંત પોલીસે સમગ્ર મામલે 3 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જોકે આ 3 આરોપીઓ હાલમાં ફરાર છે. આ નકલી બેંક શાખા દ્વારા લાખો રૂપિયા લઈને અનેક લોકોને નોકરી અપાવી હતી. આ તમામ લોકોને નકલી નિમણૂક પત્ર આપીને તાલીમના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Maharashtra : ડેપ્યુટી સ્પીકરે કેમ મંત્રાલયના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, કારણ જાણીને ચોંકી જશો Video

Tags :
Advertisement

.