ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો..! સરકારી હોસ્પિટલમાં ઝડપાયો નકલી ગાયનેક ડોક્ટર, તંત્ર ઊંઘતું રહ્યું

Fake Doctor : નકલી શબ્દ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે. રાજ્યમાં નકલી ટોલનાકાથી લઇને ખાવાની ચીજો અને નકલી અધિકારીઓના સમાચાર સૌ કોઇએ જોયા છે. હવે એક નકલી ડોક્ટર (Fake Doctor) મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જીહા,...
12:51 PM Mar 21, 2024 IST | Hardik Shah
Fake Doctor in Government Hospital

Fake Doctor : નકલી શબ્દ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે. રાજ્યમાં નકલી ટોલનાકાથી લઇને ખાવાની ચીજો અને નકલી અધિકારીઓના સમાચાર સૌ કોઇએ જોયા છે. હવે એક નકલી ડોક્ટર (Fake Doctor) મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જીહા, કેશોદમાં સરકારી હોસ્પિટલમાં નકલી ડોક્ટર (Fake Doctor) પકડાયો છે. આ નકલી ડોક્ટરને ભચાઉ (Bhachau) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા

આપણા દેશમાં ડોક્ટરને ભગવાનની જેમ માનવામાં આવે છે ત્યારે નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જુનાગઢના કેશોદમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટર નકલી હોવાનો મામલો સામે આવ્યો છે. આ નકલી ડોક્ટર વિશે જાણવા મળ્યું છે કે, તે એક ગાયનેક છે. અત્યાર સુધીમાં આ ગાયનેક ડોક્ટરે ખોટી રીતે ઘણી સિઝેરિયન ડિલેવરી કરી છે. આ નકલી ગાયનેક ડોક્ટરનું નામ મહેશકુમાર યાદવ છે. જેણે ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છતા તેને હોસ્પિટલ સત્તાવાળાએ કોઇ પગલા ન લીધા. તેટલું જ નહીં એક મહિલા કે જેનું પેટની કોથળી કાઢવા ઓપરેશન કર્યું હતું જે દરમિયાન તેણે યુરિનની કોથળીમાં ભુલથી ટાંકા લઇ લીધા હતા. જેના કારણે મહિલાની યુરિન કોથળીમાં કાણું પડી જતા સતત યુરિન નહીં જતું હોય 1 વર્ષથી મહિલાની હાલત કફોડી બની છે. સુત્રોની માનીએ તો આ અંગે મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી પણ તેમના દ્વારા કોઇ પગલા લેવામાં ન આવ્યા. જેનું પરિણામ એ આવ્યું કે વધું એક સિઝેરિયન ડિલેવરી મહિલા અને તેનું બાળક મોતના મુખમાં ચાલ્યું ગયું હતું. જો મહિલાની ફરિયાદ પર પહેલા જ પગલા લેવામાં આવ્યા હોય તો આજે તે મહિલા અને તેનું બાળક પણ આ દુનિયામાં હોત.

ગુનો નોંધાયો હોવા છતા 14 વર્ષથી કરતો હતો પ્રેક્ટિસ

સુત્રો દ્વારા માહિતી મળી છે કે, હાલ કેશોદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષ 2 મહિનાથી ફરજ બજાવતા નકલી ગાયનેક ડોક્ટરની ભચાઉ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે. આ નકલી ડોક્ટર વિરુદ્ધ 2010 માં નકલી ડોક્ટરી સર્ટિફિકેટ મેળવવા અને 2017 માં હત્યાનો ગુનો નોંધાયો હતો. સૌથી મોટી વાત એ છે કે, ડોકટર ગુન્હેગાર હોવા છતાં પોલીસને હાથતાળી આપી 14 વર્ષ નકલી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. કેશોદની સરકારી હોસ્પિટલમાં નકલી ડોક્ટર તરીકે તે ફરજ બજાવતો ગયો છતા હોસ્પિટલ તંત્રને તે વિશે કોઇ જ જાણ નહોતી. જેના કારણે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વળી એવી પણ આશંકા છે કે, આ નકલી ડોક્ટરના ઓપરેશનથી અનેક દર્દીઓના ભોગ બન્યા હશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ મામલે હવે આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરે તેવી લોકો માંગ કરી છે.

આ પણ વાંચો - Surat Fake Clinic: સુરતમાં બિલાડીના ટોપની જેમ નકલી તબીબ કાર્યરત, SOG ની ટીમ થઈ સક્રિય

આ પણ વાંચો - Dahod : નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા 5 પૈકી 4 યુવકની ધરપકડ, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

આ પણ વાંચો - લો બોલ ! હવે અમદાવાદ શહેરમાંથી ઝડપાઈ નકલી પોલીસ

Tags :
doctorFake DoctorFake Doctor in Government HospitalFake gynecologist doctorFake gynecologist doctor caughtGujaratGujarat FirstGujarat NewsGujarati NewsJunagadhJunagadh Fake DoctorKeshod Fake DoctorKeshod Government Hospital
Next Article