Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સેમી ફાઈનલમાં પહોંચ્યા પછી પણ ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, જાણો શું છે કારણ

ટીમ ઈન્ડિયા ભલે સેમી ફાઈનલમાં પહોંચી ગઇ હોય તેમ છતા તે ટેન્શનમાં છે. અને તેની ચિંતાનું કારણ ન્યૂઝીલેન્ડની ટીમ છે જેણે ચોથા સ્થાન પર લગભગ કબજો કરી લીધો છે. જોકે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હજુ પણ રેસમાં છે પરંતુ તેમની સેમી...
09:32 PM Nov 10, 2023 IST | Hardik Shah

ટીમ ઈન્ડિયા ભલે સેમી ફાઈનલમાં પહોંચી ગઇ હોય તેમ છતા તે ટેન્શનમાં છે. અને તેની ચિંતાનું કારણ ન્યૂઝીલેન્ડની ટીમ છે જેણે ચોથા સ્થાન પર લગભગ કબજો કરી લીધો છે. જોકે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હજુ પણ રેસમાં છે પરંતુ તેમની સેમી ફાઈનલની આશા નહિવત્ છે. એટલે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં જોવા મળી શકે છે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે ખાતે રમાવાની છે. આ મેચના સમીકરણો લગભગ નક્કી થઈ ગયા છે ત્યારે ચાહકોના મનમાં એક ડર પણ ઉભો થયો છે. ન્યૂઝીલેન્ડને ફરી એકવાર ટીમ ઈન્ડિયા તરફથી સૌથી મોટો ખતરો છે.

આ આંકડા ચિંતા વધારી રહ્યા છે

ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ 8 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને સેમી ફાઈનલમાં પોતાું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમનું પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાન નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, તેનો મુકાબલો સેમી ફાઇનલ મેચમાં ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ હોવું લગભગ નિશ્ચિત છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે લીગ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપમાં તેમની સામે જીત નોંધાવી, પરંતુ હવે નોકઆઉટ સ્ટેજમાં ફરી કીવી ટીમનો સામનો કરવો ભારતીય ટીમ માટે આસાન કામ નહી હોય. ખાસ કરીને 2019ની હારનો ઘા ચાહકોના દિલમાં ફરી ચિંતા અને તણાવ પેદા કરી રહ્યો છે. આનું કારણ માત્ર આ ડર જ નહીં પરંતુ જ્યારે પણ ભારત અને ન્યૂઝીલેન્ડ ICC નોકઆઉટમાં આમનેસામને આવ્યા છે ત્યારે તેના સામે આવી રહેલા આંકડા પણ છે. ICC ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયા ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. જો કે, આ વખતે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચો જીતીને આવી રહી છે, એવી આશા રાખવામાં આવે છે કે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને હરાવીને ટીમ અજેય બનીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે.

ન્યૂઝીલેન્ડ સામે ICC નોકઆઉટ મેચોમાં ભારતનો રહ્યો છે આવો રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો કુલ ત્રણ વખત ICC ટૂર્નામેન્ટના નોકઆઉટમાં ટકરાયા છે અને દરેક વખતે ન્યૂઝીલેન્ડ જીત્યું છે. ચાલો જોઈએ કે ત્રણેય મેચમાં શું પરિણામ આવ્યું:-

ચેમ્પિયન્સ ટ્રોફી 2000- ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું
2019 વર્લ્ડ કપ- સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવ્યું
2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ- ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું

ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વખત ICC નોકઆઉટ મેચ રમી છે. પ્રથમ વખત તે વર્ષ 2000માં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં રમ્યા હતા. નૈરોબીના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય ટીમનો 4 વિકેટે પરાજય થયો હતો. આ પછી, વર્ષ 2019 માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ICC નોકઆઉટ મેચમાં બંને ટીમો બીજી વખત આમને સામને આવી હતી, જેમાં કિવી ટીમનો 18 રને વિજય થયો હતો અને વરસાદના કારણે બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતીય ટીમ 18 રનથી જીતી હતી. તે વર્લ્ડ કપમાં ટીમની સફર પૂરી થઈ ગઈ હતી. જ્યારે ત્રીજી ICC નોકઆઉટ મેચમાં, ટીમ ઇન્ડિયા વર્ષ 2021માં રમાયેલી પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એકબીજાનો સામનો કરી રહી હતી. આ મેચમાં પણ કિવી ટીમે ભારતને હરાવીને 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારત 20 વર્ષ પછી જીત્યું

જોકે, ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી મેચમાં ભારતે 4 વિકેટે જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં ભારતે 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી છે. આ પહેલા 2003માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. અને જે સમયની રાહ દર્શકો જોઇ રહ્યા હતા તેનો અંત આવ્યો. હવે આશા છે કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ICC નોકઆઉટની આ મિથ તોડશે.

આ પણ વાંચો - વિવાદોની વચ્ચે બાંગ્લાદેશની ટીમમાંથી આ દિગ્ગજનો થયો ‘TIME OUT’

આ પણ વાંચો - Afghanistan Semi Final Scenario: અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં, દક્ષિણ આફ્રિકા સામે આ ચમત્કાર કરવો પડશે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICCICC ODI World CupICC ODI World Cup 2023IND vs NZNZ vs INDODI World CupODI World Cup 2023Team IndiaWorld Cupworld cup 2023
Next Article