Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajouri માં આતંકવાદીઓએ Indian Army પર કર્યો ગોળીબાર

શંકાસ્પદ માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું વધારાના સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે સૈનિકો મોટી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યા છે Jammu and Kashmir Terrorist : ફરી એકવાર Terrorist એ Jammu and Kashmir માં સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ...
rajouri માં આતંકવાદીઓએ indian army પર કર્યો ગોળીબાર
  • શંકાસ્પદ માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું

  • વધારાના સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે

  • સૈનિકો મોટી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યા છે

Jammu and Kashmir Terrorist : ફરી એકવાર Terrorist એ Jammu and Kashmir માં સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરે છે. છેલ્લા 3 મહિનાથી સતત આ પ્રકારના નાના-મોટા હુમલા ભારતીય સુરક્ષાકર્મીઓ પર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેના માટે Indian Army પર એક ખાસ ઓપરેશન ચલાવી રહ્યું છે. તેના અંતર્ગત આજરોજ ફરી એકવાર એક આતંકવાદી જૂથે ભારતીય પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

Advertisement

શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ

ત્યારે Jammu and Kashmir ના Rajouri જિલ્લાના મંડી Police સ્ટેશન વિસ્તારમાં Terrorist એ Policeટીમ પર ગોળીબાર કર્યો છે. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતાં. Indian Army એ સંયુક્ત ઓપરેશનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોળીબાર સાંજે 7:30 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે Policeઅને રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ મંડી Police સ્ટેશન હેઠળના લોઅર કેરીઓટે ગામમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તે વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: PM Modi એ બ્રુનેઈની પ્રવાસ દરમિયાન પેરાલિમ્પિક એથ્લેટ્સ સાથે કરી વાત

Advertisement

વધારાના સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે

અહેવાલો અનુસાર, જ્યારે Terrorist એ Indian Army અને Police ટીમને નજીક આવતી જોઈ હતી. ત્યારે તેમના પર ગોળીબાર કર્યો અને જ્યારે સુરક્ષા દળો તરફથી જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતાં. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. ફાયરિંગ બાદ Police અને Indian Army ની ટીમએ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે વધારાના સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

સૈનિકો મોટી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યા છે

સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેઓ સતર્ક છે અને આ હુમલા માટે જવાબદાર લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના Jammu and Kashmir માં ચાલી રહેલા સુરક્ષા પડકારોની બીજી કડી છે, જ્યાં સૈનિકો મોટી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યા છે. જોકે Jammu and Kashmir ના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોએ ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને ત્રણ Terrorist ને ઠાર કર્યાના થોડા દિવસો બાદ આ હુમલો થયો છે.

આ પણ વાંચો: Kolkata રેપ-મર્ડર કેસમાં 26 દિવસ બાદ હોસ્પિટલના આચાર્યને કર્યા સસ્પેન્ડ

Tags :
Advertisement

.