ED : શિલ્પા શેટ્ટીના પતિ સામે મોટી કાર્યવાહી....
ED : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે કેન્દ્રીય તપાસ એજન્સી (ED)એ ગુરુવારે કુન્દ્રાની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. બિટકોઈન કૌભાંડ સંબંધિત એક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોર્નોગ્રાફી કેસમાં પણ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું કહેવું છે કે બિઝનેસમેન પાસે હજુ પણ 285 બિટકોઇન્સ છે જેની કિંમત હાલમાં 150 કરોડ રૂપિયાથી વધુ છે. કુન્દ્રા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. વર્ષ 2021માં પ્રકાશમાં આવેલા પોર્નોગ્રાફી કેસમાં પણ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.
જુહુમાં શેટ્ટીનો બંગલો પણ સામેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇડીએ કુન્દ્રાની જે પ્રોપર્ટી અટેચ કરી છે તેમાં જુહુમાં શેટ્ટીનો બંગલો પણ સામેલ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA, 2002 હેઠળ વેપારી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે શેટ્ટીની ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ટીમ રાજસ્થાન રોયલ્સમાં પણ હિસ્સો હતો.
બિટકોઈન પોન્ઝી કૌંભાડમાં ઈડીએ કુન્દ્રા સામે કાર્યવાહી કરી
બિટકોઈન પોન્ઝી કૌભાંડમાં ઈડીએ કુન્દ્રા સામે કાર્યવાહી કરી છે. અટેચ કરેલી મિલકતોમાં પુણે સ્થિત બંગલો અને ઇક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. એવા અહેવાલ છે કે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા વન વેરિયેબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને આરોપી સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સામે નોંધાયેલી એફઆઈઆર પછી EDએ તપાસ શરૂ કરી હતી.
દર મહિને બિટકોઈનના રૂપમાં 10 ટકા પરત કરવાનું વચન આપ્યું
આરોપીઓએ બિટકોઈનના રૂપમાં લોકો પાસેથી જંગી ફંડ એકઠું કર્યું હતું અને દર મહિને બિટકોઈનના રૂપમાં 10 ટકા પરત કરવાનું વચન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર, EDની તપાસમાં સામે આવ્યું છે કે કુન્દ્રાને યુક્રેનમાં માઈનિંગ ફાર્મ સ્થાપવા માટે ગેઈન બિટકોઈનના પ્રમોટર અને માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા.
આ પણ વાંચો----- Salman khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારનું જાણો કોની સાથે છે કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો…
આ પણ વાંચો----- Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી…
આ પણ વાંચો------ Forever young તબુના હેવી મેકપએ તબ્બુની છાપ બગાડી