Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકીઓને મદદ કરનારાઓની ખેર નથી, મકાન સહિત જપ્ત કરવામા આવશે સંપત્તિ

કાશ્મીરમાં આતંકીઓને શરણ આપનારોને લઈને એક મોટો નિર્ણય કરવામા આવ્યો છે. હવે આતંકીઓને જે શરણ આપશે તેની શરણ જ લઈ લેવામાં આવશે. તેમને બેઘર બનાવી દેવામાં આવશે. જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે કહ્યું કે જે લોકો આતંકવાદીઓને આશ્રય આપે છે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદીઓને તેમના ઘરોમાં છુપાયેલા લોકોની સંપત્તિ UAPA એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવશે અàª
આતંકીઓને મદદ કરનારાઓની
ખેર નથી  મકાન સહિત જપ્ત કરવામા આવશે સંપત્તિ

કાશ્મીરમાં આતંકીઓને શરણ આપનારોને લઈને એક મોટો નિર્ણય કરવામા આવ્યો
છે. હવે આતંકીઓને જે શરણ આપશે તેની શરણ જ લઈ લેવામાં આવશે. તેમને બેઘર બનાવી
દેવામાં આવશે. જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે કહ્યું કે જે લોકો આતંકવાદીઓને આશ્રય
આપે છે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે
આતંકવાદીઓને તેમના ઘરોમાં છુપાયેલા લોકોની સંપત્તિ
UAPA એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવશે અને તેમને બેઘર કરી દેવામાં આવશે.

Advertisement


જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા પણ
શરૂ કરી દીધી છે.
UAPA એક્ટની કલમ 2 (G) અને ULPની કલમ 25 હેઠળ તે ઘર જપ્ત
કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે થતો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટર પર આ માહિતી આપી છે. પોલીસે કહ્યું કે સંપત્તિ જપ્ત
કરવા ઉપરાંત જે લોકો આતંકીઓને પોતાના ઘરમાં છુપાવીને બેઠા છે તેમની સામે પણ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આતંકવાદીઓ
અને આતંક ફેલાવવાના પ્રયાસોમાં તેમને ટેકો આપતા લોકોને આશ્રય ન આપે. પોલીસે કહ્યું
છે કે જો તમે આવું કરતા જોવા મળશે
તો તમારી સંપત્તિ જપ્ત કરવામાં આવશે એટલું જ નહીં, તમારે કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.

Advertisement


ઉલ્લેખનિય છે કે કેન્દ્રશાસિત પ્રદેશની રચના બાદથી ઘાટીમાં આતંકવાદી
ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકાર જમ્મુ-કાશ્મીરના લોકોને મુખ્ય પ્રવાહ સાથે
જોડવા અને વિકાસના માર્ગ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. યુવાનોને રોજગારી આપવામાં
આવી રહી છે. મહિલાઓને વિવિધ કાર્યક્રમો સાથે જોડીને તેમને આર્થિક સહાય આપવામાં આવી
રહી છે. ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે જે કાશ્મીરીઓ
પહેલા આતંકવાદીઓથી ફસાયા હતા અને પોતાના જ લોકો સામે હથિયાર ઉઠાવતા હતા
. તેઓ હવે હથિયાર છોડીને પોતાની કલમ
ઉપાડી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.