Elon Musk ને જોઈએ છે હિન્દીમાં નિપૂર્ણ વ્યક્તિ, વેતન જાણીને સ્તબ્ધ થઈ જશો
- AI મોડલ તૈયાર કરવામાં પણ મદદ લઈ શકાશે
- આ સિવાય આ ભાષાઓનો અનુભવ પણ જરૂરી છે
- પગાર તમારા અનુભવ અનુસાર નક્કી કરવામાં આવશે
Elon Musk xAI Hindi Tutors : Tesla અને SpaceX ના માલિક Elon Musk એ તાજેતરમાં એક માહિતી શેર કરી છે. તેના અંતર્ગત Elon Musk એ એવા લોકોની તપાસ કરી રહ્યા છે, જેઓ અંગ્રેજી સાથે Hindi માં પણ નિપૂર્ણ હોય. કારણ કે... આગામી સમયમાં અંગ્રેજી અને Hindi બંને ભાષાનું પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ Elon Musk ના ઉદ્દેશોનો સાકાર કરવા માટે ખુબ જ મુલ્યવાન સાબિત થશે. ત્યારે Elon Musk એ Hindi ભાષાના નિષ્ણાતોની તલાશ કરી રહ્યા છે.
AI મોડલ તૈયાર કરવામાં પણ મદદ લઈ શકાશે
એક અહેવાલ અનુસાર, Elon Musk ને પોતાની AI કંપની માટે એક AI ડ્યૂટરની ઉણપ સામે આવી છે. તેથી Elon Musk એ આ વ્યક્તિમાં જે મુખ્ય કલાઓ હોવી જોઈએ, તેને વર્ગીકૃત કરીને તલાશ જારી કરી છે. તો Elon Musk ની AI કંપનીમાં કામ કરવા માટે તમે અંગ્રેજી અને Hindi બંને ભાષાઓ તમારી પકડ ખુબ જ મજબૂત હોવી જોઈએ. કારણ કે... આ પ્રકારના AI ટ્યૂટરની મદદ ડેટાની સાથે AI મોડલ તૈયાર કરવામાં પણ મદદ લઈ શકાશે.
આ પણ વાંચો: આ Star ની સામે સૂર્ય પણ દાણા બરાબર, પરંતુ તે Supernova બનવાની કગાર પર
Elon Musk's xAI is looking for Hindi-speaking AI tutors, and the job pays ₹5,400 per hour. pic.twitter.com/4wuFjoX6CV
— Marketing Maverick (@MarketingMvrick) October 21, 2024
આ સિવાય આ ભાષાઓનો અનુભવ પણ જરૂરી છે
Elon Musk ની AI કંપનીમાં આ ફરજ તમે ઘરે બેઠા અથવા રિમોર્ટ વર્કિંગ તરીકે પણ નિભાવી શકો છો. જોકે આ 6 મહિનાની કરાર આધારિત નોકરી છે. તેથી Elon Musk ની AI કંપની એવા વ્યક્તિઓની મુખ્યરૂપે તલાશ કરી રહી છે, જે અંગ્રેજી ઉપરાંત Hindi, ફ્રેન્ચ, ચીની, અરબી અને રશિન ભાષાઓમાં કમાન સારી ધરાવતા હોય. આ નોકરીની વિગતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉમેદવાર પાસે ટેકનિકલ લેખન, પત્રકારત્વ અથવા વ્યવસાયિક લેખનમાં ડિગ્રી અથવા ભૂતકાળ હોવો જોઈએ. આ સિવાય આ ભાષાઓનો અનુભવ પણ જરૂરી છે.
પગાર તમારા અનુભવ અનુસાર નક્કી કરવામાં આવશે
Elon Musk ની AI કંપનીમાં કલાકદીઠ આ પોસ્ટ માટે ચૂકવણી થશે. xAI તમને દર કલાકે 35 થી 65 ડોલર ચૂકવશે એટલે કે તમને 2,900 થી 5,400 રૂપિયા ચૂકવવામાં આવશે. જોકે, આ પગાર તમારા અનુભવ અનુસાર નક્કી કરવામાં આવશે. આ એક ફુલ ટાઈમ જોબ છે, જેના માટે તમારે સોમવારથી શુક્રવાર સુધી 9 થી 5 સુધી કામ કરવું પડશે. આ નોકરીમાં પ્રમાણભૂત તબીબી લાભોનો લાભ મળશે.
આ પણ વાંચો: Nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ, જાણો કેવી રીતે